Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મધરાત્રે ખેરાલુમાં અચાનક કારમાં આગ ભભૂકી : અન્ય કાર પણ આગની ચપેટમાં

મધરાત્રે ખારીકુઇ વિસ્તારની સિંધી સોસાયટીની સામે પાર્ક કરેલ વેગનઆર કારમાં અચાનક આગ લાગતા રહીશોમાં દોડધામ

મહેસાણા જીલ્લાના ખેરાલુ શહેરના ખારીકુઇ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે.મધરાત્રે ખારીકુઇ વિસ્તારની સિંધી સોસાયટીની સામે પાર્ક કરેલ વેગનઆર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ તરફ વેગનઆર કારમાં લાગેલી આગની જ્વાળાઓએ બાજુમાં પાર્ક કરેલ ઇકો કારમાં પણ પ્રસરી જતાં બંને કારોમાં આગ લાગી હતી. સ્થાનિકોને જાણ થતાં રહીશોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિકોએ સક્રિયતા બતાવી ફાયર ફાઇટરની રાહ જોયા વિના જાતે જ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

(1:04 pm IST)