Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ધો. ૧૦ના છાત્રોને ટેમ્પરરી માર્કશીટ અપાઇ જુલાઇના બીજા સત્રમાં ઓરીજનલ માર્કશીટ મળશે

ધો. ૧૦નું માસ પ્રમોશનવાળું ૮ લાખ પ૭ હજાર છાત્રોનું પરિણામ જાહેર : A ગ્રેડમાં ૧૭૧૮૬ છાત્રો : ર૯૯૧ છાત્રો સાથે સુરતનો દબદબો : શાળાએ તબકકાવાર છાત્રોને બોલાવીને માર્કશીટ આપશે

રાજકોટ તા. ૩૦: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ગતરાત્રે ૮ વાગ્યા આસપાસ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઓનલાઇન પરિણામ પરીક્ષાર્થીઓ જોઇ નથી શકયા પરંતુ શાળાના શિક્ષકો સંચાલકોએ જોયું છે.

શાળાઓએ ઓનલાઇન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. હાલ વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ માર્કશીટ આપવામાં આવશે. પરંતુ જુલાઇના બીજા રીપીટરમાં ઓરીજનલ માર્કશીટ આપવામાં આવશે.

માસ પ્રમોશનને કારણે આખુ વર્ષ મહેનત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મળેલી માર્કશીટથી ખુશી નજરે પડતી ન હતી.

ગુજરાત રાજયની ૧ર૭૬ સરકારી, ગ્રાન્ટેડ પ૩રપ, ખાનગી ૪૩૩૧ સહિત કુલ ૧૦૯૦૦ થી વધુ શાળાઓમાં ધો. ૧૦ના નિયમીત વિદ્યાર્થીઓના માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો. ૧૦માં એ ગ્રેડમાં ૧૭૧૮૬, A-૧ ગ્રેડમાં પ૭૩૬ર, BA ગ્રેડમાં ૧૦૦૯૭૩, B-૧ ગ્રેડમાં ૧પ૦૪૩ર, C૧ ગ્રેડમાં ૧૮પર૬૬, C-૧ ગ્રેડમાં ૧૭રરપ૩, ડી ગ્રેડમાં ૧૭૩૭૩ર વિદ્યાર્થીઓ આવ્યા છે. A1 ગ્રેડમાં સુરતના ર૯૯૧ છાત્રો ટોપ પર રહીને ગુજરાતમાં નંબર વન છે. રાજકોટનાં ર૦પ૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જયારે ૧૭૩૭૩ર છાત્રોને ગ્રેસીંગ માર્કસ સાથે પાસ થયા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો. ૧૦ના પરિણામમાં ગુજરાતી વિષયમાં A1 ગ્રેડમાં ૧૬૩૧૬, સામાજીક વિજ્ઞાનમાં A1 ગ્રેડમાં ર૭૯૧૩, વિજ્ઞાન વિષયમાં ર૦૮૬પ, ગણીત વિષયમાં સૌથી વધુ ર૬૮૦૯ છાત્રોને A1 મળ્યો છે.

(12:00 pm IST)