Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સોનગઢના ટીચકીયમાં વૃક્ષ સાથે કાર અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષકનું મોત: બે મિત્ર ઈજાગ્રસ્ત

સોનગઢ:ના ટીચકીયા ગામે કાર વૃક્ષ સાથે ટકરાતા ચાલક એવા સોનગઢના સાતકાશી ગામે ફરજ બજાવતા શિક્ષકનું મોત થયું હતું. જ્યારે ટીચકીયા ગામના બે સાથી મિત્રોને ઇજા થઇ હતી. ત્રણેય મિત્રો લગ્નમાંથી રાત્રે પરત થઇ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો હતો. સૂત્રો તથા પોલીસ પાસે પ્રાપ્ત વિગત મુજબ સોનગઢ  અનિલભાઇ નારણભાઇ ગામીત (.. ૩૫) પત્ની અને થી વર્ષના બે બાળકો સાથે રહેતા હતા તથા સોનગઢ તાલુકાના સાતકાશી ગામે શાળામાં ફરજ બજાવતા હતા.

ગતરોજ રાત્રે તેમની મારૃતિ સ્વીફ્ટ કાર (નં. જીજે-૨૬-- ૮૬૪૯)માં ફળિયામાં રહેતા બે મિત્રો હર્ષદભાઇ શૈલેષભાઇ ગામીત (.. ૩૨, વ્યારા મધ્યાહન ભોજન વિભાગ ઓપરેટર) અને ઐયુબ નટુભાઇ ગામીત (.. ૩૦, ડ્રાઇવરનો વ્યવસાય) સાથે સોનગઢના ગતાડી ગામે લગ્નમાં ગયા હતા. મોડીરાત્રે તેઓ કારમાં ટીચકીયા પરત થતા હતા.

ત્યારે રાત્રે -૨૦ કલાકે મહુડી-ટીચકીયા રોડ પર ટીચકીયા ગામની સીમમાં કસરફળિયામાં શિક્ષક અનિલભાઇ ગામીતે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઇડમાં આવેલા વૃક્ષમાં કાર ભટકાઇ હતી. જેમાં ગંભીર રીતે ઘવાઇ અનિલભાઇ ગામીતનું ઘટનાસ્થળે મોત થયું હતું

(6:17 pm IST)