Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વડોદરામાં આંગડિયા પેઢીના ખાતામાં દોઢ કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવ્યું હોવાનો ભાંડો ફૂટ્યો

વડોદરા: કરોડો રૃપિયાના  બિટકોઇન પ્રકરણમાં સંડોવાયેલા શૈલેષ ભટ્ટના કરજણ તાલુકાના જમીન કૌભાંડમાં શૈલેષ ભટ્ટે સાગરીતોના નામે કરોડો રૃપિયાના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હોવાની વિગતો બહાર આવી છે. અમદાવાદની આંગડિયા પેઢીના એક કર્મચારીના બેંક એકાઉન્ટમાં પણ દોઢ કરોડ રૃપિયા જમા કરાવ્યા હોવાથી તે અંગે પણ તપાસ શરૃ કરવામાં આવી છે. કરજણ તાલુકાના જૂનીજીથરડી ગામની જમીન વેચાણ કરી કરોડો રૃપિયાની લાલચ આપી શૈલેષ ભટ્ટે સોનેશ પટેલને રોકાણ કરવાનું જણાવતા સોનેશે ૧૩ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ રોકી હતી. જો કે આ અંગે ઠગાઇ હોવાનુ બહાર આવ્યા બાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના પગલે જિલ્લા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને જમીન વેચાણ આપવાના નામે મોટી રકમ ઘરભેગી કરવાનો કારસો શૈલેષ ભટ્ટે રચ્યો હતો જે પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. 
 

(6:17 pm IST)