Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ઉત્તરવાહિની પરિક્રમા નો લ્હાવો લેતા નર્મદા પોલીસના PSI કે,કે, પાઠક : ઉઘાડા પગે 18 કિલોમીટર ચાલ્યા

(ભરત શાહ દ્વારા) હાલમાં નર્મદા જિલ્લામાં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા ચાલું હોય લાખો ભક્તો અલગ અલગ રાજ્યો માંથી આ પરિક્રમા કરવા આવે છે જેમાં અનેક નાના મોટા સંતો, રાજકારણીઓ પોલીસ વિભાગ સહિતના લોકો આ પરિક્રમા પૂર્ણ કરી પોતાની માં નર્મદા પ્રત્યેની ભાવના પૂરી કરતા હોય છે.

હાલ પવિત્ર ચૈત્ર માસમાં નર્મદા પોલીસના પીએસઆઈ કે.કે.પાઠક કે જેઓ કાયદાની બાબતમાં એક કડક છાપ ધરાવે છે સાથે સાથે ભક્તિભાવ માં પણ ખૂબ માનતા હોય તેમણે આ પરિક્રમા ત્રણ વખત પૂર્ણ કરી છે જેમાં તેમને જણાવ્યા મુજબ તેઓ પગમાં ચપ્પલ કે મોજા વગરની એક પરિક્રમા કે જે વર્ષની અંતિમ પરિક્રમા છે તે તેમના મારા માતા-પિતાના ચરણોમાં અર્પણ કરવા માટે  ચંપલ વિના 18 કિલોમીટર ચાલ્યા હતા જેમાં તેમના અનુભવ મુજબ ક્યાંયે કાંટો કે પત્થર વાગ્યો નથી તે સાચી ભક્તિ થી કરેલી પરિક્રમાનું ફળ હોવાનું તેઓ માને છે.

 

(10:20 pm IST)