Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ બે દિવસ રહેશે: બે દિવસ બાદ ગરમીમાં મળશે આંશિક રાહત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે ઘટાડો: હવામાન વિભાગ મુજબ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે

અમદાવાદ : હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી 48 કલાક સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જો કે, આ 2 દિવસ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થવાના સંકેત છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યના કાળઝાળ ગરમીનો માહોલ છે. અમદાવાદમાં ગરમીનો પારો 44ને પાર પહોંચી જતાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો નાગરિકોને પણ બીનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. ત્યારે આગામી 2 દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. 

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની રહેતા તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થતાં ગુજરાત ભઠ્ઠી બની ગયું છે. બીજી  રાત્રે પણ ગરમ પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો સામાન્યથી ઊંચો  રહેવા પામે છે. આમ સતત પડી રહેલા કાળઝાળ ગરમીના કારણે ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 

 

(8:24 pm IST)