Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 નવા કોરોના કેસ નોંધાયા:વધુ 10 દર્દીઓ સાજા થયા :રાજયમાં આજે પણ કોઈ કોરોના દર્દીનું મૃત્યુ નથી નોંધાયું: રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,943: કુલ 12,13,284 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 96.497 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 113 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો



અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 18 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 10 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,284 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.943 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.10 ટકા જેટલો છે.

રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 96.497 લોકોનું  રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,78.61.431 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 113 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર  અને 111 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 18 કેસમાં અમદાવાદ શહેરમાં 9 કેસ,વડોદરા શહેરમાં 4 કેસ,  વાાળોદરા અને સુરતમાં ૨- ૨ કેસ .ભરૂૂચ અને ગાંધીનગર શહેરમાં ૧- ૧ કેસ નોંધાયો છે.

(8:14 pm IST)