Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

SGVP ગુરુકુલ દ્વારા યોજાયેલ GPL-10 માં માર્કો સ્પોર્ટસ કલબનો વિજય

પ્રથમ વિજેતાને રુપિયા ૨,૫૧,૦૦૦/- અને દ્વિતીયને ૧,૨૫,૦૦૦/- રોકડ પુરસ્કાર તા.૨૮ એપ્રિલથી ૫ જુન દરમ્યાન જીપીએલ-11 (ટેનિસબોલ) રમાશે

અમદાવાદ: તા. ૨૬ SGVP ગુરુકુલ અને સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા શરુ થયેલ જીપીએલ-10 ટુર્નામેન્ટમાં સહિત ઇન્દોર, આગ્રા, ચેન્નાઇ, વિશાખાપટ્ટમ, દિલ્હી અને મુંબઈની કુલ ૩૬ ક્રિકેટ ટીમોએ ભાગ લીધેલ.

જેમા તા.૨૪ એપ્રીલના રોજ ફાઇનલ મેચમાં નારાયણ નાઇટ રાઇડર્સ સારસા ટીમને માર્કો સ્પોર્ટસ ક્લબે ૧૭ રને હરાવી જીપીએલ-10 જીતી લઇ બે લાખ અને એકાવન હજારનું માતબર ઇનામ અને દ્વિતીય વિજેતા ટીમ નારાયણ નાઇટ રાઇડર્સ ને એક લાખ અને પચીસ હજારનું ટ્રોફી સહિત ઇનામ ગુરુકુલના સ્વામી માધવપ્રિયદાસજી, રવજીભાઇ હિરાણી, યુ.કે. અને ગોવિંદભાઇ કેરાઇ, યુ.કે. ના હસ્તે આપવામાં આવેલ.

મેનઓફધ સીરીઝને રુ.૨૫,૦૦૦/-, બેસ્ટ બોલરને રુ. ૧૫,૦૦૦/- અને બેસ્ટ બેટ્સમેનને રુ.૧૫,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.

          પ્રથમ વિજેતા માર્કો સ્પોર્ટસ ટીમમાં અસદ પઠાણ, પ્રિયેસ પટેલ, સમર્થ વ્યાસ, હિતેન મહેરા, ઋષિ પટેલ, એકનાથ કેરકર, રોનક પટેલ, વિનાયકભાઇ, હિતેશ કર્દમ, સ્મીત ઘોસ, સેફવાન પટેલ  રહ્યા હતા.

આગામી  ટેનિસબોલથી રમનાર જીપીએલ-11 તા.૨૮ એપ્રિલથી શરુ થયેલ છે તેની પૂર્ણાહૂતિ  ૫ જુન થશે.

જેની બલૂન ઉડાડી શરુઆત કરવામાં આવી  હતી. વધુ વિગત માટે સંપર્ક મો.નં.9909929049, 9925200955

GPL-10 ટુર્નામેન્ટની વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામીની આગેવાની નીચે જાલમસિંહજી, ભરતભાઇ પટેલ, કલ્પેશ પટેલ ઘનશ્યામભાઇ સુવા, માલદેવ કેશવાલા અને રમેશભાઇ પંડ્યા વગેરેએ સંભાળેલ

                                                                       

 

 

(12:55 pm IST)