Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

નર્મદા જિલ્લા પોલીસ વડાએ ગુરૂગ્રામમાં ઝડપાયેલા પી.આઈ ચૌધરીનો સસ્પેન્ડનો રિપોર્ટ ડી.જી.પી.ને મોકલ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપલા: રાજપીપલા ટાઉન પી.આઈ જગદીશ ચૌધરી હરિયાણાના ગુરૂગ્રામમાં 2 લાખની લાંચ લેતા હરિયાણા સ્ટેટ એ.સી.બી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.એમની સ્થાનિક પોલિસ દ્વારા રવિવારે રાત્રે જ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું આંતરરાજ્ય ઝડપી પાડ્યું હતું.

 આ કેસની તપાસ રાજપીપલા ટાઉન પી.આઈ જગદીશ ચૌધરી કરી રહ્યા હતા. એ કેસમાં ફરીદાબાદના અમર નગરમાં રહેતા અમરિંદર પુરીને રાજપીપળા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને 24 ફેબ્રુઆરીએ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
એક તરફ નર્મદા પોલીસે મહા મેહનતે આંતરરાજ્ય ફેક ડિગ્રી-માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું અને એની વિશ્વાસે રાખી રાજપીપલા ટાઉન પી. આઈ જગદીશ ચૌધરીને આપી, તો બીજી બાજુ એ જ જગદીશ ચૌધરી એ કૌભાંડના આરોપીના કેસને નબળો પાડવા લાંચ માંગે તો એનાથી મોટું કલંક નર્મદા પોલસ માટે બીજું કોઈ જ ન કહેવાય.આ મામલે એમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી લોકોની માંગ છે.તો બીજી બાજુ નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેએ જગદીશ ચૌધરીને સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ બનાવીને ડી.જી.પી.ને મોકલી આપ્યો છે, એના પર ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જગદીશ ચૌધરી મૂળ બનાસકાંઠાના છે.જગદીશ ચૌધરી પોતાના અંગ કામ માટે રજા પર ઊતર્યા હતા અને અહીં જાણ કર્યા વગર દિલ્હી ગયા હતા.

(10:49 pm IST)