Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

નર્મદા જિલ્લામાં પતિના લગ્નેતર સંબંધથી ત્રસ્ત પરણિતાને રાજપીપળા અભયમ ટીમ મદદરૂપ બન્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા તાલુકા પાસેનાં ગામથી એક પરણિતા નો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ  કે તેમના પતિ બીજી સ્ત્રી સાથે સબંધ રાખે છે જેઓ ને આ બાબતે પૂછતાં તેઓ રોજ બાળકો સહિત શારીરિક/ માનસિક રીતે ત્રાસ આપે છે રાજપીપલા અભયમ રેસક્યું ટીમ સ્થળ પર પહોચી પતિનું અસરકારક કાઉન્સેલીંગ કરી આ સબંધથી પારિવારીક શાંતિ હણાઇ છે અને આવા સબંધ સામાજીક અને કાયદાકીય અપરાધ ગણાય છે તેમ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ પરણિતા નામે દયા બહેનને લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાનો છે જેમાં મોટી દિકરી કૉલેજનો અભ્યાસ કરે છે જ્યારે બીજાં બાળકો હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે પતિ ફોટોગ્રાફર છે.પતિના કેટલાક સમયથી એક સ્ત્રી સાથે સબંધ છે જેનાં કારણે મોટા ભાગ નો સમય અને નાણાં તેમની પાછળ વાપરે છે જ્યારે પરિવારની જવાબદારી નિભાવતા નથી તેમનાં પત્નિ દયાબેન ઘણાં સમય તેમને સમજાવવાની કોશિષ કરી હતી પરતું તેઓ આ બાબત સ્વીકારતા નથી અને ઘરે આવે ત્યારે બાળકો સહિત નાને મારઝૂડ કરે છે જેમાં
અભયમ ટીમ દ્વારા તેમનુ અસરકારક કાઉન્સિલગ કરી આવા આડા સબંધ બંધ કરી પરિવાર ની જવાબદારી નિભાવવા તૈયાર કરતા પતિએ પોતાની ભુલ સ્વિકારી હવે પરિવારને કોઈ તકલીફ નહી આપુ જણાવતા પારિવારીક સમાધાન કરાવવામાં આવ્યું હતું.
પોતાને મળેલ મદદ બદલ દયાબેને અભયમ ટીમનો ખૂબ આભાર માન્યો હતો .આમ અભયમ ટીમ નાં અસરકારક કાઉન્સેલિગ થી પારિવારિક સુખદ સમાધાન કરવામાં સફળતા મળી હતી.

(12:59 pm IST)