Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

બેંક કર્મચારી દ્વારા એસ્ટ્રોસીટી હેઠળ થયેલ ફરીયાદને રદ કરતી ગુજરાત હાઇકોર્ટ

રાજકોટ તા ૩૦ :  ઇમ્પીરીયલ હોટલ સામે રહેતા અને બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્યુન તરીકે જે તે વખતે ફરજ બજાવતા કર્મચારીએ કરેલ એસ્ટ્રોસીટીની ફરીયાદ ગુજરાત હાઇકોર્ટે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી જગદીશભાઇ બચુભાઇ ચોૈહાણ, રહે. ૧૭- જાગનાથ પ્લોટ ઇમ્પીરીયલ હોટલની સામે  રહેતા હતા અને ફરીયાદના સમયે તેઓ બેન્ક ઓફ ઇન્ડીયા ભકિતનગર શાખામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. તેમને તા. ૧૭/૬/૧૫ ના રોજ પ્ર.નગર પોલીસ સ્ટેશનમા ં તેમની જ્ઞાતી વિશે હડધુત કર્યા અંગેની ફરીયાદ આરોપીઓ (૧) ગીરીશભાઇ માધવજીભાઇ અજાગીયા, (ર) નિર્મળાબેન ગીરીશભાઇ અજાગીયા ,(૩) જીજ્ઞેશભાઇ ગીરીશભાઇ અજાગીયા, (૪) બકુબેન ઉર્ફે ઉર્વશીબેન ગીરીશભાઇ અજાગીયા (પ) મુન્નીબેન ઉર્ફે હેમાક્ષીબેન ગીરીશભાઇ અજાગીયા વિરૂધ્ધ નોંધાવેલ હતી.

હાલના આરોપીઓ વિરૂધ્ધ એસ્ટ્રોસીટી એકટ હેઠળની ફરીયાદ નોંધાતા હાલના આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદીની  ફરીયાદ રદ  કરવા માટે કવોશીંગ પીટીશન અરજી દાખલ કરેલ હતી. જે અરજીની ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ જતા ગુજરાત હાઇકોર્ટમાં, હાઇકોર્ટના એડવોકેટ તથા સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇને ફરીયાદીની ફરીયાદ રદ કરવાનો હુકમ કરેલ હતો.

આ ફરીયાદમાં જયારે પ્રાથમીક તત્વો જ માલુમ પડતા ન હોય ત્યારે આવી ફરીયાદ ચાલુ રાખી અરજદારને ફોજદારી રાહે પ્રક્રીયાનો સામનો કરવા ફરજ પાડવી તદન અન્યાયી અને કાયદાની પ્રોસેસના અપમાન સમાન છે. ઉપરોકત વર્ણન સાથે હાલના પાંચેય આરોપીઓની સામેની ફરીયાદ ગુજરાત હાઇકોર્ટે અવલોકન સાથે રદ કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપીઓ તરફે એડવોકેટ તરીકે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગોૈતમ પરમાર, વિજય પટેલ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, કિશન ટીલવા, અમૃતા ભારદ્વાજ, તારક સાવંત, ગોૈરાંગ ગોકાણી રોકાયેલ હતા.

(3:27 pm IST)