Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એસો.ની જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી:સંલગ્ન વિભાગમાં રજૂઆત કરવાનો નિર્દેશ

અમદાવાદમાં ટ્રાફીકની સમસ્યાને લઈને આજે ઓટોરીક્ષા ડ્રાઈવર્સ એસો. તરફથી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં છે. અરજીમાં રજૂઆત કરાઈ હતી કે રાજ્યભરમાં વધી રહેલી ટ્રાફીકની સમસ્યાને લઈને હવેથી ઓટોરિક્ષા અને ટેક્સીઓની પરમીટો રદ કરવામાં આવે. જો કે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દેતા સંલગ્ન વિભાગમાં રજૂઆત કરવા નિર્દેશ આપ્યો છે. ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એસો.એ સિટી રોડની ક્ષમતા, ટ્રાફીકની સમસ્યા અને પોલીસની સંખ્યા અને બેઝ લાઈસન્સ ધરાવનારા ડ્રાઈવરોની પુરતી સંખ્યા ન હોવાની રજૂઆત કરી હતી.

(9:05 pm IST)