Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

સમારીયા ચોકડી પર GTPL કેબલનું કામ કરતા શખ્સને કરંટ લાગતા નીચે પડતા મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સમારીયા ગામની ચોકડી પાસે કેબલનું કામ કરનાર શખ્સ વીજ પોલ પર કરંટ લાગતા મોતને ભેટ્યો હતો.
 મળતી માહિતી અનુસાર તારીખ 28 ડિસેમ્બરે બપોરે 2.30 કલાકે સમારીયા ચોકડી પર કામ કરી રહેલા ભાવેશભાઇ ગજુભાઇ તડવી (ઉ.વ.૨૭ )(રહે,વણઝી તા.ગરૂડેશ્વર જી.નર્મદા ) જી.ટી.પી.એલ.કેબલ કનેક્શનમાં કામ કરતા હોય એ વિજ લાઈનના થાંભલા ઉપર કેબલ કનેક્શન માટે લાઈન ખેચવા માટે લાઈટના થાંભલા ઉપર ચઢ્યો હોય જેને કરંટ લાગતા થાંભલા ઉપરથી નીચે પડી જતા તેનું મોત નિપજતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:52 pm IST)