Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

આખરે...રાજપીપળા સિવિલ હોસ્પિટલ સંકુલમાં ART સેન્ટરનું ખુલ્લું મુકાતા HIV પીડિતોને રાહત

નવાં ART સેન્ટર ખાતે દરદીઓના નિદાન, સારવાર, ફોલોઅપ અને કાઉન્સેલીંગ સહિતની સેવાઓ કરાઇ ઉપલબ્ધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના HIV પીડિત દરદીઓને બરોડા સુધી જવુ ન પડે અને જિલ્લા કક્ષાએ જ સમયસર સારવાર મળી રહે તે માટે આખરે ઘણા લાંબા સમય બાદ રાજપીપલા સિવિલ હોસ્પિટલના સંકુલમાં ડિસ્ટ્રીક્ટ ટી.બી.સેન્ટરના મકાનમાં નવાં ART સેન્ટરનું  ઉદધાટન  સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા ના હસ્તે આજરોજ કરાયું હતું. આ વેળાએ સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ ડૉ. મજીગાવકર, ડૉ.કોઠારી, ડૉ. જે.એલ.મેણાત, ડૉ. રવિ રાઠોડ સહિત તબીબી કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
  આ ART સેન્ટર ગુજરાત સ્ટેટ એઇડ્સ કંન્ટ્રોલ સોસાયટી અમદાવાદ સંચાલિત છે. જેમાં મેડીકલ ઓફીસર, કાઉન્સેલર, લેબ ટેક્નીશીયન તથા સ્ટાફનર્સ કાર્યરત છે.  નવાં ART સેન્ટર ખાતે  દરદીઓના નિદાન, સારવાર, ફોલોઅપ અને કાઉન્સેલીંગ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ART સેન્ટરના નોડલ ઓફિસર તરીકે જનરલ  હોસ્પિટલના સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તાની સરકાર  દ્વારા નિમણૂંક કરાઇ છે

(10:21 pm IST)