Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા નજીક પુરપાટ ઝડપે જઈ રહેલ કારે ફૂટપાથ પર સુતા પરિવારને હડફેટે લેતા મહિલાનું મોત:અન્ય ત્રણ ઈજાગ્રસ્ત

અમદાવાદ:આ બનાવની વિગત મુજબ શિવરજની ચાર રસ્તા પાસે વિમા નગર સોસાયટીના ફૂટપાથ પર રહેતા એક જ પરિવારના ચાર સભ્યો ગઇકાલે મોડી રાત્રે ફૂટપાથ પર ઊંઘી રહ્યા હતા દરમિયાન પૂરઝડપે જઇ રહેલી કાર ફૂટપાથ પર ચડી જતા પરિવારના ચાર સભ્યો ગંભીરપણે ઘાયલ થઈ ગયા હતા જેમાં બાબુભાઈ ભાભોર તેમના પત્ની સતુબેન તથા બે દીકરા વિક્રમ અને જેતન ગંભીરપણે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે કે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જોકે સતુબેનને માથામાં ગંભીર ઈજા હોવાથી તેમનું મોત નિપજ્યું હતું જ્યારે બાબુભાઈ અને જે તમને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનની ઘટનામાં શહેર ટ્રાફિક પોલીસનું નિવેદન આપતા જણાવ્યું કે, કાર ચાલવાનાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. આરોપીને સત્વરે ઝડપી પાડવામાં આવશે બનાવ બન્યા બાદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી.

 

(6:13 pm IST)