Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન : ફૂટપાથ પર સુતેલા લોકો પર કારના વહીલ ફરી વળ્યાં :એક મહિલાનું મોત : ત્રણ લોકો ગંભીર

અમદાવાદ માં મોડી રાત્રે શહેરના શિવરંજની ચાર રસ્તા હીટ એન્ડ રનની ઘટના બની હતી . જેમાં મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો  ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલમાં અકસ્માત કરનારાને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, શિવરંજની ચાર રસ્તા પાસે બીમાનગર નજીક ફૂટપાથ પર લોકો સુઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કાળ બનીને ત્રાટકી હતી. જેમાં સંતુબેન નામની મહિલાની મોત નીપજ્યું છે. જયારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બનીને કારચાલક ભાગી ગયો હતો. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે

(1:04 pm IST)