Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુરતના સિંગણપોર ચાર રસ્તા નજીક શાકભાજીની લારીવાળાને ઉભા રાખી રૂપિયાની માંગણી કરનાર ટીઆરબી જવાનને એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યો

સુરત: શહેરના સિંગણપોર ચાર રસ્તા પાસે રોડ ઉપર ઉભા રહીને ધંધો કરતા શાકભાજીની લારીવાળા પાસે રૂપિયાની માંગણી કરનાર ટીઆરબી જવાનને આજે સવારે એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ સિંગણપોર ચાર રસ્તા પાસે શાકભાજીનો ધંધો કરતા યુવક પાસેથી રાકેશ નામના ટીઆરબી જવાને ધંધો કરવા દેવાïના બદલામાં છેલ્લા ચારેક દિવસથી પૈસાની માંગણી કરી દમદાટી આપતો હતો.

અંગે શાકભાજીવાળાએ એસીબીમાં ફરિયાદ કરતા આજે સવારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું અને શાકભાજીવાળા પાસે પૈસાની માંગણી કરનાર ટીઆરબી જવાન રાકેશને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

(6:15 pm IST)