Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વડોદરા નજીક કપૂરાઈ હાઇવે પર પોલીસે બિનવારસી કારમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો

વડોદરા:નજીક કપુરાઈ હાઈવે ઉપર મોડી રાત્રે મળી આવેલી બિનવારસી કારમાંથી પોલીસને દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો.

કપુરાઇ બ્રિજ પાસે સર્વિસ રોડ પર પડી રહેલી બિનવારસી બોલેરો કારમાં પોલીસે તપાસ કરતા અંદરથી જુદી-જુદી બ્રાન્ડની રૂ. 4.60 લાખની કિંમતની 780 બોટલો મળી આવી હતી.

પોલીસે તપાસ કરતા કાર કોણ મૂકી ગયું તે જાણવા મળ્યું નથી પરંતુ mp પાર્સિંગની કારમાંથી એક મોબાઇલ ફોન તેમજ કારના કાગળ મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂના ખેપિયાઓ પોલીસને જોઇને કાર મુકી ભાગી ગયા છે કે પછી પોલીસને ચકમો આપવા માટે દારૂનો જથ્થો પકડાવી બીજા વાહનોમાં મોટો જથ્થો પાસ કરી દીધો છે તે તપાસનો વિષય છે.

(6:12 pm IST)