Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમદાવાદમાં નવા ૭ સહિત કુલ ૪૬ વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ જાહેર

કેસોની સંખ્યામાં ઘટાડો પણ પશ્ચિમ ઝોનમાં વધારો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના કાબૂમાં ના આવતા તંત્ર હવે હરકતમાં આવ્યું છે. છેલ્લા ૮ દિવસથી પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી નવા ૭ માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

રાજયમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી બાજુ અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. જયારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ અમદાવાદમાં ૩૭ વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે વધી રહેલા કેસોને જોતા  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૭ નવા વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં ચાંદલોડિયાની ગજરાજ- ૨ સોસાયટી, બોડકદેવમાં મારૂતિ કોમ્પ્લેકસ, સરખેજમાં જૂનો રોહિતવાસ, વાસણામાં કૃપા ફ્લેટ, સાબરમતીમાં ઠાકોરવાસ અને ડાહ્યાભાઈની ચાલી, નારણપુરામાં કર્ણાવતી ફલેટ, ચાંદખેડામાં તેજેન્દ્રનગર વિસ્તારને માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. આમ હવે અમદાવાદમાં કુલ ૪૬ વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

(2:56 pm IST)