Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અમદાવાદના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ: વિદેશથી આવતી હતી યુવતીઓ: દંપતી સહિત એક પાર્ટનરની ધરપકડ

ઉઝ્બેકિસ્તાનની સ્વરૂપવાન યુવતીઓ સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો:. આરોપી ઉસ્માન નામનો વ્યક્તિને વોન્ટેડ

અમદાવાદ: શહેરના પોશ વિસ્તાર એવા સેટેલાઈટમાં આવેલા શ્યામલ રો-હાઉસમાંથી હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરાયો છે  જેમાં સંચાલક મહિલા, તેના પતિ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સેક્સ રેકેટમાં ઉઝ્બેકિસ્તાનની સ્વરૂપવાન યુવતીઓ સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મહિલા ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે ચોક્કસ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. મહિલા ટીમે આ માટે એક ડમી ગ્રાહક મોકલીને મકાન નંબર 40માં રેડ કરતા ઘરમાંથી અનેક યુવતીઓ મળી આવી હતી.

ક્રાઈમ બ્રાંચે રો-હાઉસમાંથી મહિલા સંચાલક આશા ઉર્ફે ઉર્ફે રીતુ પટેલ, તુષાર પટેલ તથા પાર્ટનર ભરત મકવાણાની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ઉસ્માન નામનો વ્યક્તિને વોન્ટેડ દર્શાવ્યો છે.

 

પોલીસે આ ઉઝબેકિસ્તાનની યુવતીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેઓને દિલ્હીથી ઉસ્માન નામનો વ્યક્તિ અહીં મોકલતો હતો. આશા અને તુષાર યુવતીઓને 50 ટકા રકમ આપતા હતા. ઉસ્માનને 5 હજાર આપીને યુવતીઓ મંગાવાતી હતી. યુવતીઓ આ જ ઘરમાં રોકાતી અને અહીં જ દેહવ્યાપાર કરતી હતી, જેથી કોઈને શંકા ન જાય.

આ ઘટના વિશે પોલીસે જણાવ્યુ છે કે, શ્યામલ રો-હાઇસના એક મકાનમાં છેલ્લા 2 વર્ષથી 15 હજાર રૂપિયાના ભાડે એક મકાન રખાયું હતું અને તેમાં આ રેકેટ ચાલતું હતું. ગ્રાહકો પાસેથી મસમોટી વસૂલાત કરાતી હોવાનો પણ ખુલાસો થયો છે.

(11:55 am IST)