Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ચીન સાથે ટ્રેડવોરમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો : યુરોપ ,અમેરિકા, આફ્રિકા સહિતના દેશો સાથેના વેપાર વધ્યા

કિચનવેર, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને સીઆઈ કાસ્ટિંગની ડિમાન્ડ વધી છ

રાજકોટઃ  ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ વચ્ચે દેશભરમાં ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. ચાઇનીઝ આયાત બંઘ થતા એમએસએમઇ સેક્ટરના કેટલાક ઉઘોગકારોને તેનો સીધો ફાયદો થયો છે. યુરોપ, અમેરિકા, ગલ્ફ દેશો અને આફ્રિકા સહિતના દેશોમાંથી ઇન્કવાયરીમાં વધારો થયો છે. જોકે સરકાર ટેક્સમાં રાહત આપે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને સીધો જ ફાયદો થશે.

દેશમાં ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સરકાર દ્વારા પણ 350થી વધારે પ્રોડક્ટની આયાત બંધ કરવાની તૈયારી દર્શાવવી છે. ત્યારે ઉઘોગકારો માની રહ્યા છે કે ચીનની આયાત બંધ થવાથી તેનો સીધો જ ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉઘોગોને મળી રહ્યો છે

 

લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, ચીનમાંથી આયાત બંધ થતાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં અમેરિકા, યુરોપ અને ગલ્ફ દેશોમાંથી કિચનવેર, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને સીઆઈ કાસ્ટિંગની ડિમાન્ડ વધી છે. સૌથી વધુ પીવીસી પ્રોડક્ટ અને એગ્રીકલ્ચરના સાધનોની માગમાં ધરખમ વધારો થયો છે. માત્ર રાજકોટના લોઠડા-પીપલાણા અને પડવલા વિસ્તારની જીઆઇડીસીમાં જ 1 હજાર કરતા વધુ યુનિટોના વિદેશ સાથેના વેપાર વધી ગયો છે.

 

પ્રધાનમંત્રી મોદી પણ અનેક વખત મન કી બાતમાં એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોનો ઉલ્લેખ કર્યો છે. દેશના એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોને કારણે આગળ લાવવા પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ચીન સાથેના ટ્રેડ વોરમાં એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોને સીધો જ ફાયદો થયો છે.

(10:48 pm IST)