Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાજ્યમાં ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૬૨૪ કેસ : ૧૯ના મોત

અમદાવાદમાં ૨૧૧ અને સુરતમાં ૧૮૨ કેસ : કોરોના સંક્રમિતનો આંકડો બે દિવસમાં ૩૧ હજારને પાર અને કુલ મૃત્યુઆંક અઢારસોને પાર : ૩૯૧ દર્દી સાજા

અમદાવાદ,તા.૨૮ : રાજ્યમાં આજે સતત બીજા દિવસે રેકોર્ડ બ્રેક ૬૨૪ કેસો કોરોના પોઝિટિવના નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૩૧ હજારને વટાવી ૩૧૩૯૭ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૧૯ જણાના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક ૧૮૦૦ને વટાવી ૧૮૦૯ થયો છે. રાજ્યમાં આજે ૩૯૧ દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથએ રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૨૮૦૮ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. રાજ્યમાં આજે ૭૧ વ્યક્તિઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૨૫૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૬૨૪ જેટલા કોરોના પોઝિટિવના કેસ બહાર આવવા પામ્યા હતા. રાજ્યમાં આજે સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૬૦૦ને વટાવ્યો હતો. જે દર્શાવે છે કે, હવે શહેરમાંથઈ રાજ્યના વિવિધ ગામડાઓમાં કોરોના પ્રસરી રહ્યો છે. બે દિવસમાં રાજ્યમાં ૧૨૦૦થી વધુ કેસો કોરોના પોઝિટિવના નોંધાતા આરોગ્ય વિભાગ માટે વિશેષ ચિંતાનો વિષય બની રહ્યો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૯ વ્યક્તિઓના કોરોનાને લીધે મૃત્યુ થયા છે.

              જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૩, સુરત કોર્પોરેશનમાં ૧ અને જિલ્લામાં ૨, ગાંધીનગર-માં ૧, અરવલ્લીમાં ૧ અને ભરૂચમાં ૧ નોંધાયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક કોરોનાને લીધે ૧૮૦૯ પર પહોંચ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે ૨૧૧ કોરોના પોઝિટિવના દર્દી નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૨૦૪૮૦ થયો છે. આજે વધુ ૧૩ મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૪૨૩ પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગે છેલ્લા સપ્તાહથી સુરત શહેરમાં વધી રહેલ કોવિડ-૧૯ કેસોને ધ્યાનમાં લઈ આજે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વિવિધ ડાયમંડ યુનિટોમાં કામ કરતાં રત્ન કલાકારોનું હેલ્થ સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ ટીમો સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ ટીમો ધ્વારા ૧૪૬ ડાયમંડ યુનિટોમાં કુલ ૧૭૧૦૫ દર્દીઓને તપાસી પ્રોફાઈલેટીક દવા પુરી પાડવામાં આવી હતી. સુરત કોર્પોરેશનમાં ૧૭૪ અને જિલ્લામાં ૮ સાથે ૧૮૨ કેસો નોંધાયા હતા.

                આ સાથે સુરતમાં કોરોના સંક્રમિતનો આંકડો ૪૪૨૪ પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં આજે નવા ૪૪ દર્દીઓ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૨૧૬૫ પહોંચ્યો છે. ગાંધીનગર કોર્પોરેશનમાં ૧ અને જિલ્લામાં ૧૦  સાથે કુલ સંક્રમિતનો આંકડો ૬૩૬ પર પહોંચ્યો છે. જ્યારે વધુ ૧ મોત સાથે મૃત્યુઆંક ૨૯ પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે વલસાડમાં એક સામટા કોરોના પોઝિટિવના ૩૬ કેસો નોંધાયા છે. આ સિવાય રાજ્યના ૮ કોર્પોરેશન અને ૨૫ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં ૧૧, કચ્છ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ૧૦, મહેસાણામાં ૮, બનાસકાંઠા અને ભરુચમાં ૭-૭, રાજકોટ કોર્પોરેશનમાં ૬ અને જિલ્લામાં ૪, ખેડા, જુનાગઢ કોર્પોરેશનમાં ૪-૪, અને જિલ્લામાં ૬, ભાવનગર કોર્પોરેશનમાં ૩ અને જિલ્લામાં ૫, અરવલ્લી, નવસારી અને મોરબીમાં ૪, સાબરકાંઠા, આણંદ અને બોટાદમાં ૩-૩, જામનગર કોર્પોરેશન, પંચમહાલ અને પોરબંદરમાં ૨-૨, ગીર સોમનાથ, નર્મદા અને તાપીમાં ૧-૧ અને અન્ય જિલ્લાના ૧૩ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૨૮ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૬૨૪કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

અમદાવાદ કોર્પોરેશન................................... ૧૯૮

સુરત કોર્પોરેશન............................................ ૧૭૪

વડોદરા કોર્પોરેશન.......................................... ૪૪

વલસાડ.......................................................... ૩૬

અમદાવાદ...................................................... ૧૩

પાટણ............................................................. ૧૧

ગાંધીનગર...................................................... ૧૦

કચ્છ............................................................... ૧૦

સુરેન્દ્રનગર...................................................... ૧૦

અમરેલી.......................................................... ૧૦

સુરત................................................................. ૮

મહેસાણા............................................................ ૮

બનાસકાંઠા......................................................... ૭

ભરૂચ................................................................. ૭

રાજકોટ કોર્પોરેશન............................................. ૬

ખેડા.................................................................. ૬

જુનાગઢ............................................................. ૬

ભાવનગર.......................................................... ૫

જુનાગઢ કોર્પોરેશન............................................ ૪

રાજકોટ............................................................. ૪

અરવલ્લી.......................................................... ૪

નવસારી............................................................ ૪

મોરબી............................................................... ૪

ભાવનગર કોર્પોરેશન.......................................... ૩

સાબરકાંઠા......................................................... ૩

આણંદ............................................................... ૩

બોટાદ............................................................... ૩

જામનગર કોર્પોરેશન.......................................... ૨

પંચમહાલ.......................................................... ૨

પોરબંદર........................................................... ૨

ગાંધીનગર કોર્પોરેશન......................................... ૧

ગીર સોમનાથ.................................................... ૧

નર્મદા................................................................ ૧

તાપી................................................................. ૧

અન્ય રાજ્ય..................................................... ૧૩

કુલ.............................................................. ૬૨૪

૧૫ દિવસમાં કોરોનાના ૮૨૧૧ દર્દી

છેલ્લા ૧૫ દિવસમાં કુલ ૭૯૦૧૪ ટેસ્ટ થયાઉમેરાયા....

અમદાવાદ તા. ૨૮ : રાજ્યમાં તા. ૧૩મી જુનથી સતત કોરોના પોઝિટિવના ૫૦૦થી વધુ કેસો નોંધાયા છે. તા. ૧૩મી જુનથી તા. ૨૭મી જુને ૬૧૫ કેસ નોંધાયા હતા. તે સાથે ૧૫ દિવસથી કોરોનાના ૮૨૧૧ દર્દી ઉમેરાયા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કોરોનાના કુલ ટેસ્ટ ૭૯૦૧૪ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.

જુન

કેસ

ટેસ્ટ

તા. ૧૩

૫૧૭

૫૪૮૬

તા. ૧૪

૫૧૧

૪૯૪૨

તા. ૧૫

૫૧૪

૪૩૪૪

તા. ૧૬

૫૨૪

૪૯૬૧

તા. ૧૭

૫૨૦

૫૮૦૧

તા. ૧૮

૫૧૦

૫૦૭૩

તા. ૧૯

૫૪૦

૫૫૫૭

તા. ૨૦

૫૩૯

૫૧૧૩

તા. ૨૧

૫૮૦

૫૪૬૦

તા. ૨૨

૫૬૩

૪૪૬૯

તા. ૨૩

૫૪૯

૪૯૮૩

તા. ૨૪

૫૭૨

૫૭૫૪

તા. ૨૫

૫૭૭

૫૧૯૮

તા. ૨૬

૫૮૦

૫૯૦૧

તા. ૨૭

૬૧૫

૫૯૬૯

કુલ

૮૨૧૧

૭૯૦૧૪

 

(10:29 pm IST)