Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

વડોદરામાં કોરોનાનો રાફડો ફાટ્યો :વધુ 44 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 2178 એ પહોંચી

અત્યાર સુધી 1509 દર્દી સાજા થયા : 50 લોકોના મૃત્યુ થયા

વડોદરામાં કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. આજે નવા 44 કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગે કુલ 272 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 44નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવા કેસની સાથે વડોદરામાં કુલ સંક્રમિતોની સંખ્યા 2178 થઈ ગઈ છ

 આજે સાજા થયા બાદ કુલ 26 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી 1509 દર્દીને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. વડોદરા જિલ્લામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 50 લોકોના મૃત્યુ થયા છે

(9:21 pm IST)