Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

વડોદરાના આજવા બ્રિજ નજીક વેપારીને આંતરી બુકાનીધારી 3.33 લાખ તડફાવી છૂમંતર

વડોદરા: શહેર નજીક આજવા બ્રિજના સર્વિસ રોડ પરથી બુધવારની રાત્રે બાઇક પર પસાર થતા વેપારીને આંતરી બે બાઇક સવારો રૃ.૩.૩૩ લાખ કિંમતની રોકડ રકમ તેમજ બેંકને લગતા દસ્તાવેજો મુકેલ બેગ ઉઠાવી હાઇવે પરે ફરાર થઇ ગયા હતાં. આજવારોડ વિસ્તારમાં કિશનવાડી નજીક પરમધામ સોસાયટીમાં રહેતા દિનેશ કિરણભાઇ માછી ગોપાલ નમકીનના  ડિસ્ટ્રીબ્યુટર તરીકે વેપાર કરે છે. નેશનલ હાઇવે પર સયાજી માર્કેટની દુકાને  રાજકોટથી માલ આવ્યા બાદ ટેમ્પા દ્વારા શહેરમાં ડિસ્ટ્રીબ્યુશન તેઓ દ્વારા કરવામાં આવે  છે. ગઇકાલે સવારે તેઓ ગોડાઉન કમ ઓફિસ ગયા હતાં અને આખો દિવસ કામગીરી કર્યા બાદ રાત્રે નવ વાગે ગોડાઉન બંધ કર્યુ હતું અને આખા દિવસના વકરાની રકમ રૃ.૩.૩૩ લાખ તેમજ ચેકબુક, સ્લીપબુક અને બેંકના અન્ય કાગળો મુકેલ કાળા રંગની ચેન વાળી બેગ લઇને તેઓ બાઇક પર ઘેર આવવા માટે નીકળ્યા હતાં.
 

(5:52 pm IST)
  • સરકાર સંસદમાં કોઈપણ વિષય પર વાતચીત કરવા તૈયાર :મોન્સૂન સત્રમાં સહયોગ માટે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે લીધી મનમોહનસિંહની મુલાકાત :18મી જુલાઈથી શરુ થનાર ચોમાસુ સત્ર માટે વિજય ગોયલ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળીને સંસદને સુચારુ રૂપે ચલાવવા માટે અપીલ કરશે access_time 1:06 am IST

  • ગાંધીનગરમાં નીતીનભાઇ પટેલને મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર મળશેઃ ભાજપના ૩ ધારાસભ્યોની નારાજગીનો મામલેઃ પોતાના અસંતોષ અંગે કરશે ચર્ચા access_time 4:25 pm IST

  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST