Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભાજપ માટે 'શુકનિયાળ' સાબિત થયેલ ખાનપુર કાર્યાલયનું રીનોવેશન

અમદાવાદ તા. ૨૯: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે શાસક ભાજપે સંગઠનાત્મક દ્રષ્ટિએ કામગીરી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માર્ગદર્શન આપી ચુકયા છે. ચૂંટણીની તૈયારી સાથે પાર્ટીનું ખાનપુર સ્થિત કાર્યાલય નવીનિકરણ પામી રહયું છે. ભાજપ માટે આ લક્કી કાર્યાલય ગણાય છે.

બેઠક વ્યવસ્થા, કેબીન, મીડિયારૂમ, પ્રતિક્ષાખંડ વગેરેના રૂપરંગ બદલાઇ રહયા છે. દિવાળી સુધીમાં રીનોવેશન કામપુરૂ થઇ જશે.

ગઇ લોકસભાની ચૂંટણી પૂર્વે ખાનપુર કાર્યાલયથી પ્રદેશ કાર્યાલયનું કોબા કમલમમાં નવપ્રસ્થાન કરવામાં આવેલ તે વખતથી ખાનપુર કાર્યાલય અમદાવાદ શહેરના પાર્ટી કાર્યાલય તરીકે ઉપયોગમાં છે. ખાનપુર કાર્યાલય અગાઉ જેવી ચહલપહલ નથી. કેશુભાઇ પટેલ અને નરેન્દ્રભાઇ મોદી ભુતકાળમાં ચૂંટણીના પરિણામ બાદ ખાનપુર કાર્યાલય બહાર વિજયસભા યોજતા હતા.

(4:05 pm IST)
  • સરકાર સંસદમાં કોઈપણ વિષય પર વાતચીત કરવા તૈયાર :મોન્સૂન સત્રમાં સહયોગ માટે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે લીધી મનમોહનસિંહની મુલાકાત :18મી જુલાઈથી શરુ થનાર ચોમાસુ સત્ર માટે વિજય ગોયલ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળીને સંસદને સુચારુ રૂપે ચલાવવા માટે અપીલ કરશે access_time 1:06 am IST

  • જગન્નાથની રથયાત્રા પુર્વે નરોડા કેનાલ નજીક હથિયારો સાથે ૨ની ઘરપકડ : અમદાવાદ રથયાત્રા પુર્વ નરોડા કેનાલ નજીકથી હથિયારો સાથે ૮ પૈકી ૨ લોકોની ઘડપકડઃ ક્રાઇમ બ્રાન્ચે ૬ પિસ્તલ, ૨ રીવોલ્વર, ૪ મેગેઝીન, ૧૦૧ કાર્ટિસ જપ્ત કર્યા access_time 4:08 pm IST

  • ગાંધીનગરમાં નીતીનભાઇ પટેલને મધુ શ્રીવાસ્તવ, કેતન ઇનામદાર મળશેઃ ભાજપના ૩ ધારાસભ્યોની નારાજગીનો મામલેઃ પોતાના અસંતોષ અંગે કરશે ચર્ચા access_time 4:25 pm IST