Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

સુરતના રિંગરોડ વિસ્તારમાં દલાલ મારફતે ડ્રેસ મટીરીયલ ખરીદી બાકી પેમેન્ટના 12.53 લાખ ન આપી ખાતેદારે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના રીંગરોડ સ્થિત રાધા ક્રિષ્ના ટેક્ષટાઇલ માર્કેટના વેપારી પાસેથી દલાલ મારફતે ડ્રેસ મટીરીયલ ખરીદી બાકી પેમેન્ટ રૂ.12.53 લાખ નહીં ચૂકવી ખાતું બંધ કરી ઉઠમણું કર્યા બાદ ભટાર ઉમા ઇન્ડસ્ટ્રીયલના ક્રેઝી કલર્સના ખાતેદારે બેકરી શરૂ કરી દીધી હતી. ભોગ બનેલા વેપારીએ દલાલ સાથે બેકરી પર જઈ ખાતેદાર પાસે ઉઘરાણી કરી પોલીસ કાર્યવાહીની વાત કરતા ખાતેદારે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન જોધપુરના વતની અને સુરતમાં રીંગરોડ રાધા ક્રિષ્ના ટેક્ષટાઇલ માર્કેટમાં સી.કે.ઈન્ટરનેશનલના નામે ડ્રેસ મટીરીયલનો વેપાર કરતા 51 વર્ષીય રાજેન્દ્રકુમાર કનકરાજ દોશીની ઓફિસે પૂનમ એજન્સીના નામે દલાલીનું કામ કરતા દલાલ ગતેશ અગ્રવાલ ગત માર્ચ 2019 માં વેપારી અખીલ સંજય ભાટીયાને લઈને આવ્યા હતા. ભટાર ઉમા ઈન્ડસ્ટ્રીયલ ખાતા નં.201/202 માં ક્રેઝી કલર્સના નામે કાપડનો વેપાર કરતા અખીલ ભાટીયાએ સમયસર પેમેન્ટની વાત કરતા રાજેન્દ્રકુમારે તેની સાથે દલાલ મારફતે વેપાર શરૂ કર્યો હતો.અખીલે શરૂઆતમાં કાપડનો જથ્થો સહારા દરવાજા નવાબવાળી સ્થિત ન્યુ ટેક્ષટાઈલ માર્કેટની જે વીંગની દુકાનમાં મંગાવ્યો હતો. પણ ત્યાં જગ્યા ન હોય બાદમાં તેનો કર્મચારી રાજેન્દ્રકુમારની દુકાને આવી માલ લઈ જતો હતો.અખીલે આ રીતે 15 માર્ચથી 20 સપ્ટેમ્બર 2019 દરમિયાન કુલ રૂ.20,59,238 ની મત્તાનું ડ્રેસ મટીરીયલ ખરીદી તેમાંથી ટુકડે ટુકડે રૂ.8,06,066 ચૂકવ્યા હતા.

(6:15 pm IST)