Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

નોટબુક-સ્‍ટેશનરીના ભાવમાં ર૦-રપ ટકાનો વધારો

કાચો માલ-મજુરી-પરિવહન ખર્ચ વધતા ૮૦,૧૪૪,૧૭ર પાનાની નોટબુક મોંઘી ભાવમાં ભડકો વાલીઓને દઝાડશે

અમદાવાદ તા. ર૯ :.. રાજયભરની શાળાઓમાં હાલમાં ઉનાળા વેકેશનની મૌસમ સાથે શાળાના આચાર્યો, સંચાલકો નવા શૈક્ષણિક સત્રની તડામાર તૈયારીમાં વ્‍યસ્‍ત  છે. દરમિયાન શાળામાં નવા સત્રના આરંભે જ વાલીઓના ખિસ્‍સા પર વધારાનો બોજ પડશે. કારણ કે, નોટબુક, અને સ્‍ટેશનરીના ભાવમાં ર૦ થી રપ ટકાનો ભડકો થતાં સ્‍ટેશનરી બજારમાં ઉહાપોહ જોવા મળી રહ્યો છે. રો-મટીરીયલ, લેબર, ટ્રાન્‍સપોર્ટેશન ખર્ચ વધવાની સાથે જ ૮૦, ૧૪૪, ૧૭ર પાનાની નોટબુક, ડ્રોઇંગ બુક સહિતની વિવિધ પ્રકારની સ્‍ટેશનરી મોંઘી થઇ છે. જેની સીધી અસર વાલીઓના ખિસ્‍સા પર પડશે.

નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાના કપરા કાળ વેળાએ સ્‍ટેશનરી બજારને માઠું નુકશાન વેઠવાની નોબત આવી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જ નોટબુક, સ્‍ટેશનરીના વેપાર સાથે સંકળાયેલાઓએ કોરોનામાં છાંશ પણ ફુંકી ફુંકીને પીવાની સ્‍થિતિ સર્જાઇ હતી. શાળાઓમાં ઓનલાઇન - ઓફલાઇન શિક્ષણની અનિヘતિતા વચ્‍ચે ઘરાકી ન દેખાડા વેપારીઓએ વધારાનો સ્‍ટોક કરવાનું પણ માંડી વાળ્‍યું હતું જો કે, બે વર્ષ વેળાએ કોરોનાનું ગ્રહણ લાગ્‍યા બાદ હવે ર૦રર-ર૩ ના ઉઘડતા શૈક્ષણીક સત્રમાં ભાવ વધારાને લઇને ચિંતાનું મોજું ફળી વળ્‍યું છે. પેપર, રો-મટીરીયલ, લેબર, ટ્રાન્‍સપોર્ટેશનનો ખર્ચ વધવાને કારણે નોટબુક, સ્‍ટેશનરીની કિંમતમાં ર૦ થી રપ ટકાનો ભાવ વધારો ઝીંકાયો છે.

વિવિધ કંપની, મેન્‍યુફ્રેકચર દ્વારા એ-૪, એપ  અને સ્‍મોલ સાઇઝની નોટબુકના ભાવમાં વધારો કરી દેવાયો છે. આ સ્‍થિતિમાં હાલમાં સુરતના સ્‍ટેશનરી બજારમાં જ હોલસેલ અને રીટેલ વિક્રેતાઓ વચ્‍ચે ખેંચતાણ શરૂ થઇ છે. જયારે આવનારા દિવસોમાં ઊઘડતા સત્ર સાથે જ વાલીઓ સાથે રીકઝીંકની સ્‍થિતિ જોવા મળશે. ભાવવધારાને પગલે ૮૦ પાનાની નોટબુક ર૦-રપ ની જગ્‍યાએ હવે રપ થી ૩૦ રૂપિયામાં વેચાઇ રહી છે. આ સિવાય ૧૪૪ પાનાની નોટબુક ૪પ-૬૦ ની જગ્‍યાએ પપ થી ૭૦ રૂપિયામાં મળી રહી છે. ડ્રોઇંગ બુક સહિતની સ્‍ટેશનરીમાં પણ આવા જ હાલ જોવા મળ્‍યા છે.

નોટબુકના હોલસેલ-રિટેલ

બજારના અંદાજિત ભાવ

સાઇઝ ગત વર્ષે ભાવ         આ વર્ષે ભાવ

એ-૪ ૧૭ર         ૬૦-૭પ         ૭પ-૯૦

એ-૪ ૧૪૪         ૪પ-૬૦         પપ-૭૦

એ-૪ ર૪૦         ૭પ-૯પ        ૯૦-૧૧૦

એ-૪ ૩ર૦         ૧૦૦-૧ર૦      ૧ર૦-૧૪૦

એ-પ સિંગલ લાઇન                પ૦-૬પ  ૬ર-૭૭

એ-પ ડબલ લાઇન                 પ૦-૬પ  ૬ર-૭૭

એ-પ સ્‍કવેર        પ૦-૬પ        ૬ર-૭૭

એ-પ ફોર લાઇન   પ૦-૬પ        ૬ર-૭૭

સ્‍મોલ ૧૭૬         ૩૦-૪પ         ૩પ-પ૦

સ્‍મોલ ૮૦          ર૦-રપ         રપ-૩૦

૪-એ ડ્રોઇંગ બુક    ૩૦-૪પ         ૩પ-પ૦

૩-એ ડ્રોઇંગ બુક    રપ-૩પ        ૩૦-૪૦

ડિસ્‍કાઉન્‍ટ આપી સિઝનલ વેપાર કરનારા પણ અટવાયા

સુરતમાં મહદ અંગે અમદાવાદથી નોટબુક, સ્‍ટેશનરીનો સ્‍ટોક આવે છે. આ વર્ષ મેન્‍યુફેકચર્સ દ્વારા જ મુળ કિંમતમાં વધારો કરી દેવાતા ડિસ્‍કાઉન્‍ટ આપીને સિઝનલ વેપાર કરનારા પણ અટવાયા છે. સુરતમાં ૧પ૦૦ જેટલા હોલસેલ, છુટક વિકેતાઓ નોટબુક, સ્‍ટેશનરીનું વેચાણ કરે છે. તે પૈકી ઘણા માત્ર એપ્રિલથી જુલાઇ સુધીનો સિઝનલ વેપાર જ કરે છે. તેઓ હોલસેલ વેપારી અને વાલીઓ વચ્‍ચેની કડી બનીને ડિસ્‍કાઉન્‍ટ આપીને વેપાર કરે છે. જો કે, ભાવવધારો થતા તેઓએ સ્‍ટોક કરવાનું માંડી વાળ્‍યું છે.

કાગળ મોંઘા થતાં નોટબુક, સ્‍ટેશનરીની કિંમતમાં વધારો

આ વર્ષે સ્‍ટેશનરી બજાર એટલું ઉચુ હોવાની સાથે જ હાલમાં ઘરાકી દેખાઇ રહી નથી પેપર પહેલા ૬૦ રૂપિયે કિલોના ભાવે મળતા હતા હવે ૯૦ રૂપિયો કિલોએ વેચાણઇ રહ્યા છે. આ સિવાય રો-મટીરીયલ, લેબર, બાઇડીંગ-પુંઠા ટ્રાન્‍સપોર્ટેશન મોંઘુ થતા સ્‍ટેશનરી નોટબુકના ભાવ વધ્‍યા છે.

(3:55 pm IST)