Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

સુરતના કુખ્‍યાત એસ.ટી.ડી. તરીકે જાણીતા શખ્‍સ પાસેથી લાખો રૂપિયાનો મેક્રેડ્રોન નાર્કોટિકસ ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપાયો

દક્ષિણ ગુજરાતના નશા કારોબારનો બીજે દિવસે પણ સુરત સીપી અજય કુમાર તોમર ટીમ દ્વારા પડદો ઊંચકાયો :મુસ્‍તાક ઉર્ફે અબ્‍બાસ જાણે ફલેટ પર મીની ફેકટરી ચલાવતો હોય તેમ ૪ વજન કાંટા સહિતની સામગ્રી હતીઃ ક્રાઈમ બ્રાન્‍ચ એસીપી આર.આર. સરવૈયા સાથે ‘અકિલા'ની વાતચીત

રાજકોટ,તા.૨૯: ડ્રગ્‍સ મુકત સુરત અભિયાન અંતર્ગત સમગ્ર સુરત પોલીસ સાથે વાલીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્‍થા, સામાજિક સંગઠનો અને ખાસ કરી ગૃહમંત્રી અને રાજય સરકારના પણ સહયોગ સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અભિયાન આરંભે શૂરા અને કાગળ પર નથી તેવી સહુને ખાત્રી થયા બાદ ઓરિસ્‍સાથી ગાંજો અને હિમાચલપ્રદેશથી ડ્રગ્‍સ લાવનાર શીતલ આંટીની અટકાયતા બાદ સુરત ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા વધુ એક વખત નશાના રેકેટ પરથી પડદો ઊંચકવામાં સફળતા મળી છે.

પોલીસ ઈનસપેકટરશ્રી ક્રાઈમ બ્રાંચ, સુરત શહેર નાઓએ અલગ- અલગ ટીમો બનાવી નાર્કોટીકસની પ્રવૃતિઓ અટકાવવા સારૂ વર્ક આઉટમાં રોકાયેલ જે દરમ્‍યાન ફલેટ  નં.૪, બિલ્‍ડીંગ નં.૧૯૩/બી, ગ્રાઉન્‍ડ ફલોર, એચ-૨, કોસાડ આવાસ અમરોલી સુરત ખાતેથી બાતમી હકિકતના આધારે આરોપી મુસ્‍તાક ઉર્ફે મુસ્‍તાક એસ.ટી.ડી. અબ્‍બાસ પટેલ ઉ.વ.૪૫ રહેવાસી, ફલેટ નં.૪ બિલ્‍ડીંગ નં.૧૯૩/બી, કોસાડ આવાસ એચ-૨ અમરોલી સુરત, મુળ રહે. ગામ કાવી ચોથાવડ તળાવ પાસે, તા.જંબુસર જી.ભરૂચનાઓ પાસેથી મેફેડ્રોન નાર્કોટિકસ ડ્રગ્‍સનો જથ્‍થો વજન ૧૩૩.૯૫ ગ્રામ કિંમત રૂા.૧૩,૩૯,૫૦૦ તથા ડ્રગ્‍સ વેચાણથી મેળવેલ રોકડા રૂા.૩,૩૮,૨૪૦ તથા મોબાઈલ ફોન તથા અન્‍ય સામગ્રી સહિત કુલ્લે કિંમત રૂા૧૭,૧૫,૩૬૦ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આમ સુરત શહેર અમરોલી કોસાડ આવાસમાં રહેતો મુસ્‍તાક કે. જે મુસ્‍તાક એસ.ટી.ડી.નાનામથી શહેર વિસ્‍તારમાં પ્રખ્‍યાત હોય જે પોતાના રહેણાક મકાનમાં એમ.ડી.ડ્રગ્‍સનો જથ્‍થો રાખી છુટક રીતે એમ.ડી.ડ્રગ્‍સનું વેચાણ કરી સુરત શહેરના યુવાધનમાં નારકોર્ટીકસ જેવા નશીલા ઝેરી પદાર્થના રવાડે યુવાધનને બરબાદ કરવાનો વેપલો ચલાવતો હતો.

પકડાયેલ આરોપી વિરૂધ્‍ધ કરવામાં આવેલ ગુનાની વિગત (૧) સુરત  શહેર ડી.સી.બી. પો.સ્‍ટે. () એન.ડી.પી.એસ. એકટ કલમ ૮ (સી), ૨૨ (સી), ૨૯ મુજબ.

કબજે કરવામાં આવેલ મુદ્દામાલઃ- (૧) મેફેડ્રોન નાર્કોટિકસ ડ્રગ્‍સનો જથ્‍થો કુલ્લે વજન ૧૩૩.૯૫ ગ્રામ કિંમત રૂા.૧૩,૩૯,૫૦૦, (૨) મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂપિયા ૩૫,૫૦૦ રોકડા રૂપિયા ૩,૦૦૦, (૩) રોકડ રૂપિયા ૩,૩૮,૨૪૦, (૪) ડીઝીટલ વજનકાંટો નંગ-૪ કિંમત રૂપિયા ૨૦૦૦, (૫) નાની ઝીપબેગના બંડલ નંગ-૬ કિં.રૂા.૧૨૦, (૬)ધાતુની ચમચી નંગ-૧ કિ.રૂા.૦૦, (૭) ચૂંટણીકાર્ડ કિંમત રૂપિયા ૦૦/૦૦, (૮) વેરાબીલ કિંમત રૂપિયા ૦૦/૦૦.

આરોપીનો ગુનાહીત ઈતિહાસઃ- (૧) અમરોલી પો.સ્‍ટે. II પાર્ટ  F.I.R. નંબર ૨૯૭/૧૬ જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ., (૨) અમરોલી પો.સ્‍ટે. I પાર્ટ F.R.I. નંબર ૧૦/૧૯ I.P.C. કલમ ૩૨૩, ૩૨૫,  ૨૯૪ (ખ), ૧૧૪ મુજબ. (૩) જહાંગીરપુરા પો.સ્‍ટે III પાર્ટ F.I.R. નંબર ૨૩૫/૧૬ પ્રોહી. એકટ ક.૬૬ (૧) બી,૮૫ (૧) ૩ મુજબ.

(4:46 pm IST)