Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

નરેન્દ્રભાઇએ ગુજરાતને વિકાસ મોડલ સ્થાપિત કર્યુ : જે.પી. નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે એક દિવસીય ગુજરાત મુલાકાતે

અમદાવાદ, તા.૨૯: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષોના નેતાઓની મુલાકાત વધી રહી છે. ત્યારે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવી પહોંચ્યાં છે. જ્યાં તેઓને  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સી.આર.પાટીલે આવકાર્યા હતાં. એરપોર્ટ ખાતેના સ્વાત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણી પાર્ટી મોટી  છે.
આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈએ ગુજરાતને વિકાસ મોડલ સ્થાપિત કર્યુ છે. તેમજ કાર્યકર્તાઓ પાર્ટીને આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોઈપણ પાર્ટીને ભાજપનો સામનો કરવો હોય તો તેને તપસ્યા કરવી પડે. આ સ્વાગત મારું નહિ, ભાજપના વિચારોનું છે. બીજા સંગઠનમાં આ શક્ય નથી કે લોકો વહેલા ઊઠીને આ રીતે સ્વાગત કરવા આવે. કોઈને પણ પાર્ટીનો સામનો કરવો હોય તો ૫૦-૬૦ વર્ષ તપસ્યા કરવી પડે. મહત્વનું છે કે, એરપોર્ટ ખાતે સ્વાગત કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતુત્વમાં સતત આગળ વધી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. તેઓ સૌ પ્રથમ એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી.
ત્યાર બાદ તેઓ ગાંધીનગરના કોબા ખાતે આવેલી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચૂંટાયેલા હોદેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ, મુખ્યપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૃપાલા અને મનસુખ માંડવીયા પણ હાજર રહેશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે.આ સંમેલનમાં પ્રદેશ ભાજપનના પદાધિકારીઓથી લઈને મંડલ પ્રમુખ અને મહામંત્રીઓ સહિતના કાર્યકરો હશે. બપોર બાદ તેઓ વડોદરામાં વૈષ્ણવ સમાજના કાર્યક્રમમાં વ્રજધામ મંદિર ખાતે હાજરી આપશે.

 

(5:03 pm IST)