Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

વડોદરાના ઉચ્ચ અધિકારી પર પ્રેમિકાએ લગાવ્યો શારીરિક શોષણનો આક્ષેપ: DGPનેફરિયાદ: બન્નેની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ

શારીરિક શોષણ કરનાર અધિકારી સામે પગલાં લેવા કરી માંગણી : પ્રેમિકાએ ઇ-મેઇલ કરીને ડીજીપીને કરી ફરિયાદ

ગુજરાતના પોલીસ બેડામાં ચકચાર મચાવનારી ઘટના વડોદરામાં બની છે. વડોદરા શહેરના એક ઉચ્ચ અધિકારી અને તેમની પ્રેમિકા વચ્ચે ફોન પર થયેલી અંગત વાતનું રેકોર્ડિંગ વાયરલ થયું છે. ત્યારે હવે પ્રેમિકાએ પોલીસ અધિકારી પર કેટલાક આક્ષેપ કર્યા છે. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીની પ્રેમિકાએ એવો દાવો કર્યો છે કે, તેમનું શારીરિક શોષણ થયું છે. તેમના પ્રેમ સંબંધમાં એક પુત્રી છે. પ્રેમિકાએ પુત્રી અને પોલીસ અધિકારીના DNA ટેસ્ટ કરાવવા માંગ કરી છે.

વડોદરાના ઉચ્ચ અધિકારી જ્યારે અમદાવાદમાં વર્ષ 2004માં PSI હતા ત્યારે આ મહિલા તેના સંપર્કમાં આવી હતી. તે સમયે બન્ને વચ્ચે પ્રેમ સંબંધની શરૂઆત થઇ હતી તેવું મહિલાએ જણાવ્યું છે. મહિલાએ ફરિયાદ કરતા જણાવ્યું કે, એક બુટલેગર મહિલા સાથે પણ અધિકારીનું અફેર છે. અન્ય 10 જેટલી મહિલાઓને અધિકારીના ઘરમાંથી પકડી હોવાનો પ્રેમિકાએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ મહિલા અને અધિકારીની 4 કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં અધિકારી પોતે મહિલા સાથે લાંબા સમયથી પ્રેમમાં હોવાની કબૂલાત કરે છે અને શારીરિક સંબંધો બંધાયા હોવાની પણ વાત કરે છે.

ઓડિયો ક્લિપ 1માં જાણો શું થઇ વાતચીત...

ઓડિયો ક્લિપ 1માં જાણો શું થઇ વાતચીત...

અધિકારી: બોલ

મહિલા: હલો ..હલ્લો

અધિકારી: બોલને

મહિલા: તમે આવી રીતે વાત કરો છો ને એ મને નથી ગમતું હ. હું શાંતિથી રહું છુ, બધું સારી રીતે કરું છું, તમે કહો એવું બધું કરું છું, તોય કદી... ખબર નઈ આ તો એવું લાગે છે, તમે આવી રીતે કરી કરીને ટાઈમ પાસ કરો છો અને દિવસો કાઢો છો. તમે આમ કરી કરીને મને દૂર કરી દેતા હોય એવું લાગે છે.

અધિકારી: એવું કંઈ ના હોય અને અહીં રાતના કામમાં લાગેલા છે. ફોનની બેટરી ઓછી છે. અહીં મારા અધિકારીઓ પણ આયા છે. મીડિયાવાળા પણ બધા મારી આજુબાજુ હોય અને હું તારી જોડે ચોંટી રહું તો કેવું લાગે?

મહિલા: પણ વાત તો કરી શકાય ને?

અધિકારી:અહીં આવી પરિસ્થિતિમાં હું કેવી રીતે વાત પણ કરું? મારા ઉપલા અધિકારીઓ પણ અહીં હાજર છે તેમને કેવું લાગે? હું તો તને પ્રેમથી જ કહું છું શાંતિથી જ કહું છું, બીજા કોઈ સેન્સથી નથી કહેતો, ખ્યાલ આયો?

મહિલા: સારું ત્યારે સોમવારે ખરું ને? પાકુંને?

અધિકારી: પણ સોમવારે શાંતિથી જ કરજો હ, મને તો બીક જ બહુ લાગે છે.

મહિલા: પાછું મને પહેલાં જેવું બધું બોલવાનું ચાલુ કરી દેશે, એટલે મને ઝાલ્યું નથી રહેવાતું. એટલે મને એમ થાય કે દરરોજ વાત થાય ને તો મને એવું કંઈ બોલે જ નઈ.

અધિકારી: ના એવું કંઈ નથી.

મહિલા: એટલે કાલે આવવાના છે કે નથી આવવાના?

અધિકારી: કાલનો તેમને ઉજાગરો છે, કાલે શી પરિસ્થિતિ હશે એ મને હમણાં ખબર નથી, એટલે હું તને કહું છું

મહિલા: હા, વાંધો નહિ. તમ તમારે કહેશો ઈમ...

અધિકારી: હા ચાલો.

મહિલા: પણ તમે શાંતિથી કરજો પછી પહેલાં જેવું ના બોલતા કે મને હવે તારી જરૂર નથી. ચાર દિવસે મળીયે તો શાંતિ રાખજો. એવું બધું કંઈ નઈ કરતા, કહી દઉં છું.

અધિકારી: સારું હ... શાંતિથી બસ? ઓકે?

અધિકારી: બોલ શું કહે છે?

મહિલા: ફ્રી થયા હવે...

અધિકારી: હા, બોલ.

મહિલા: તમે કેમ મારી સાથે આવું કરો છો? મૂડ હોય ત્યારે વાત કરો છો અને ના હોય તો બૂમબરાડા કરો છો?

અધિકારી: પણ કોઈ કારણ હોય, કોઈ કામ હોય અને તું વાત કરે તો ઠીક છે, ખાલી ખાલી ફોન કર્યા કરે એ કેવી રીતે ચાલે?

મહિલા: તો શું કરું? મને ચિંતા થાય છે. દવા લીધી? જમ્યા? કંઈ ખાધું?

અધિકારી: હા, ખાધું. તું ઉપવાસ કરે છે પણ પહેલા શરીર સાચવવાનું, તારું ધ્યાન રાખજે.

મહિલા: મને લાગે છે આવું કરીને તમારી ઈચ્છા એવી છે કે હું તમને ભૂલી જાવ, છોડી દઉં પણ હું તને ભૂલવાની નથી. આપડે વર્ષો સુધી સાથે રહ્યાં એ બધું કેવી રીતે ભૂલી શકાય?

અધિકારી: ચાલ, ફોન હવે મૂક. જૂન મહિના સુધી રાહ જો, પછી બધું સારું અને પહેલાં જેવું થઈ જશે.

(11:40 pm IST)