Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

તિલકવાડા પો.સ્ટે.વિસ્તારના પાસાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા અને તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક , નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ પો.સ.ઇ. તિલકવાડાનાની પાસા દરખાસ્ત આધારે જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાનાઓ દ્વારા સામાવાળા દિનેશભાઇ ઉર્ફે પટેલ દિત્યાભાઇ ડુંગરાભીલ(રહે . બીલધા તા.કવાંટ જી.છોટાઉદેપુર )ના ગુનાઓને ધ્યાને રાખી પાસામાં અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાખવા હુકમ કરતા સામાવાળો દિનેશભાઇ ઉર્ફે પટેલ દિત્યાભાઇ ડુંગરાભીલનાનો પોતાની અટકાયત ટાળવા સારૂ એક યા બીજા સ્થળે સ્થળાંતર કરી લપાતો છુપાતો હોય જેથી એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી. બી.ના સુપરવિઝન હેઠલ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો તથા તિલકવાડા પોલીસની સંયુક્ત કામગીરી કરી બાતમી આધારે દિનેશભાઇ ઉર્ફે પટેલ દિત્યાભાઇ ડુંગરાભીલને ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

(11:25 pm IST)