Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગ્રાહકને 10 લાખ રૂપિયા 4 વર્ષના 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા પોસ્ટલ ઇનયુરન્સ કંપનીને આદેશ

ઇશ્યોરન્સ પાકતી સમયે પૈસા ચુકવવામાં લેટ પડતી કંપનીઓ માટે ઉદાહરણ બેસતો ચુકાદો અમદાવાદની ગ્રાહક તકરાર નિવારણ કચેરીએ આપ્યો

અમદાવાદ :ઇશ્યોરન્સ પાકતી સમયે પૈસા ચુકવવામાં લેટ પડતી કંપનીઓ માટે ઉદાહરણ બેસતો ચુકાદો આજે અમદાવાદની ગ્રાહક તકરાર નિવારણ કચેરીએ આપ્યો છે.

 મળતી માહિતી પ્રમાણે અમદાવાદના એક દંપતીએ ઇન્ડિયન પોસ્ટલ ઇશ્યોરન્સ પાસેથી રૂપિયા 10 લાખની પોલિસી ઉતરાવી હતી. આ દરમિયાન ગ્રાહકે નક્કી કરેલા સમયે 9 મહિનાનું પ્રીમિયમ ભરવાનું ચુકી ગઈ હતી.

ત્યારબાદ તેની પાસે વ્યવસ્થા થતાં એક સાથે લેટ ફી અને પ્રીમિયમની રકમ ભરી દીધી હતી.છતાં કમ્પનીએ અગાઉ મહિનાનું પ્રીમિયમ ન ભરવાનું કારણ આપી પોલિસીની રકમ ન આપવા જણાવ્યું હતું. એવામાં ગ્રાહકે ગ્રાહક તકરાર નિવારણ કચેરીમાં અરજી કર્તા કચેરીએ ગ્રાહક તરફી ચુકાદો આપ્યો છે. કોર્ટે ગ્રાહકને 10 લાખ રૂપિયા 4 વર્ષના 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા પોસ્ટલ ઇનયુરન્સ કંપનીને આદેશ કર્યો છે.

(11:06 pm IST)