Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાની ઘટના મામલે સાણંદમાં આવેદનપત્ર અપાયું

માલધારી સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દૂ જાગરણ મંચના જાગૃત યુવાનો એ કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ધંધુકામાં થયેલ હત્યાને લઈને સાણંદમાં પણ પડઘા પડ્યા છે તે મામલે 29 જાન્યુઆરી ને શનિવાર ના રોજ બપોરે 2 વાગે સાણંદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે સમગ્ર હિન્દૂ જાગૃત નાગરિકો એકઠા થયા હતા આ જાગૃત નાગરિકોએ કિશન ભરવાડની ક્રૂર હત્યા થઈ છે એ મામલે માલધારી સમાજ,વિશ્વ હિન્દુ પરિષદ,હિન્દૂ જાગરણ મંચ ના જાગૃત યુવાનો એ કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારબાદ જય શ્રી રામ ના નારા લગાવી મૌન ધારણ કરીને શાંતિપૂર્ણ રીતે બાઈક રેલી નિકળી હતી આ બાએકરેલીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદારને વિશ્વ હિન્દુ પરિષદ,હિન્દૂ જાગરણ મંચ,માલધારી સમાજ,દલિત સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારવાદ વાતચીત કરતા આગામી સમયમાં જો સરકાર આરોપી સામે કડક પગલાં નહિ લે તો આંદોલનની ચીમકી આપી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(7:42 pm IST)