Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

એએમસી સંચાલિત તમામ સ્‍થળો પર રસી નહીં તો પ્રવેશ નહીં : સ્‍ટાફે પણ રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

અગાઉના પરિપત્રનું કેટલીક જગ્‍યાએ પાલન થતું ન હોવાથી મ્‍યુનિ. કમિશનરે ફરી પરિપત્ર કરવો પડ્‍યો

અમદાવાદ,તા.૨૯ : અમદાવાદમાં મ્‍યુનિસિપલ અધિકારીને મળવા આવનારી દરેક વ્‍યક્‍તિ તેમજ અધિકારીના સ્‍ટાફે પણ રસીના બે ડોઝ લીધા હોવાનું ફરજિયાત કરાયું છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓમાં હવેથી રસી ન લીધી હોય તેને પ્રવેશ નહીં મળે.
 AMCની કચેરીઓમાં રસી ન લીધી હોય તેને -વેશ નહીં મળે. AMCની કચેરીઓ સહિત AMC સંચાલિત તમામ સ્‍થળો પર રસીના બંને ડોઝ લીધા હોવાનું ફરજિયાત કરી દેવાયું છે. અગાઉ કરેલા પરિપત્રનું કેટલીક જગ્‍યાએ પાલન થતું ન હોવાથી મ્‍યુનિસિપલ કમિશનરે ફરી પરિપત્ર કરવો પડ્‍યો છે.
 અમદાવાદમાં મ્‍યુનિસિપલ અધિકારીને મળવા આવનારી દરેક વ્‍યક્‍તિ તેમજ અધિકારીના સ્‍ટાફે પણ રસીના બે ડોઝ લીધા હોવાનું ફરજિયાત કરાયું છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની કચેરીઓમાં હવેથી રસી ન લીધી હોય તેને પ્રવેશ નહીં મળે. આ નિયમ અગાઉ પણ હતો જ. જો કે આ નિયમની અવગણના થતી હતી. જેથી મ્‍યુનિસિપલ કમિશનરે આ અંગે ફરીથી નવો પરિપત્ર બહાર પાડ્‍યો છે.
 મ્‍યુનિસિપલ કમિશનરે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે કોર્પોરેશનની તમામ ઝોનલ ઓફિસ, સબ ઝોનલ ઓફિસ, સિટી સિવિક સેન્‍ટર, આધાર કેન્‍દ્રો, બગીચા, જિમ્‍નેશિયમ, તાાનાગાર, સાબરમતી રિવરફ્રન્‍ટના બગીચા, કાંકરિયા લેક ફ્રન્‍ટ, ઝૂ તથા અન્‍ય સ્‍થળે આવેલી કચેરીઓમાં મુલાકાતે આવતાં નાગરિકોને પ્રવેશ પાસ આપતાં સમયે જ પૂછવાનું હોય છે કે તેમણે વેક્‍સિનના બંને ડોઝ લીધા છે કે કેમ? બાદ જ નાગરિકને  પ્રવેશ આપવામાં આવે, જોકે દરેક ઝોનલમાં આ પરિપત્રનો ચુસ્‍ત અમલ થતો ન હતો. જેથી ફરીથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્‍યો છે.

 

(1:06 pm IST)