Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

હિન્દુ જનસંખ્યા ઘટી,તો બંધારણ પર ખતરોઃનીતિનભાઈ પટેલના નિવેદનને સંત સમુદાયના અનેક સંતોનું સમર્થન

નીતિનભાઇનું નિવેદન વ્યાજબી અને દેશની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવનારું:હિન્દુ સુરક્ષિત, ત્યાં લઘુમતી સુરક્ષિત છે: નૌતમ સ્વામી

 

અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલના નિવેદન પછી રાજનીતિમાં ચર્ચાઓ જાગી ગઈ છે. તો ગુજરાતના સંત સમાજ નાયબ મુખ્યમંત્રીના સમર્થનમાં સામે આવ્યા છે.ગઢડાના જાણીતા નૈતમ સ્વામીએ પણ ખુલીને નીતિન પટેલનું સમર્થન કર્યું છે.

ગુજરાતની રાજનીતિક અને ધાર્મિક સ્થિતિ પર તો રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલ વિશેષ કઈ બોલતા નથી. પરંતુ ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નીતિન ભાઈ  પટેલે સોય ઝાટકીને કહી દીધું કે, 'દેશમાં હિન્દુઓની બહુમતી છે, ત્યાં સુધી જ બંધારણ છે. હિન્દુઓની સંખ્યા ઘટી અને બીજાઓની વધશે. તો દેશમાં કોઈ બંધારણ નહીં હોય, હિન્દુ જનસંખ્યા ઘટી તો લોકશાહી પર ખતરો ઊભો થશે. આરબ દેશમાં લોકશાહી નથી અને લોકોનું જિવન દુષ્કર છે. ઉપમુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. તો આમઆદમી પાર્ટીના નેતાઓ પણ નિવેદન આપી રહ્યા છે. સમગ્ર મામલે હિન્દુ-મુસ્લિમની ચર્ચાઓ જગાવવાની કોશિશ છે. પરંતુ સંત સમુદાય નીતિનભાઈ  પટેલના નિવેદનને સમર્થન આપી દીધું છે.

ગુજરતાના ઉપ-મુખ્યમંત્રીના આ નિવેદનને રાજનીતિક પંડિતો પોત-પોતાના ચશ્માથી જોઈ વિવેચના કરવામાં લાગ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, નીતિનભાઇનું નિવેદન વ્યાજબી અને દેશની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવનારું છે. આ વિચાર માત્ર નીતિનભાઈના નથી, સમગ્ર ભારતના હિન્દુઓનો વિચાર છે. અને તમામ સંત સમર્થન કરે છે. હિન્દુ સુરક્ષિત, ત્યાં લઘુમતી સુરક્ષિત છે.

ઉપ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે, પોતાના ઉદબોધનમાં લઘુમતી સમુદાયને પોલીસ અને સેનામાં તેઓની સેવાદક્ષતાને પણ બિરદાવ્યા હતા. રાજ્યના ઉપ-મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલના આ નિવેદન અંગે કેવા વધુ પ્રત્યાઘાત પડે છે તેના પર નજર રહેશે.

(12:46 am IST)