Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજપીપળા એસટી ડેપોમાં બગડેલા પંખા બે મહિના બાદ પણ ફરી ન લાગતા મુસાફરો ગરમીમાં બેસવા મજબૂર

ડેપોની તમામ ઓફિસમાં બેસતા અધિકારીઓ, કર્મચારીઓ પંખા નીચે કામ કરે છે જ્યારે મુસાફરો માટે સુવિધાનો અભાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા એસટી ડેપોના રેઢીયાળ વહીવટથી મુસાફરો હેરાન થઈ રહ્યા છે તેમ છતાં પોતાની ઓફિસમાં પંખાની હવા ખાતા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી

રાજપીપળા એસટી ડેપોમાં પહેલા વરસાદમાં દીવાલ પર લાગેલા પંખામાં પાણી ભરાઈ ગયા બાદ પ્લેટફોર્મ પર લાગેલા બધા પંખા રીપેરીંગ માટે કાઢ્યા ને લગભગ બે મહિના થવા છતાં પંખા જાણે ગાયબ જ થઈ ગયા હોય એમ દીવાલ પર ન લાગતા રોજના હજારો મુસાફરો હાલ પડી રહેલી આગ દઝાડતી ગરમીમાં હેરાન થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ ડેપોમાં અધિકારીઓની કચેરીઓમાં પંખા ચાલુ હોય તેઓ પંખાની હવા નીચે બેસી કામ કરતા હોવાથી મુસાફરો ની તકલીફ બાબતે કોઈ ચિંતા કરતા ન હોય એમ લાગી રહ્યું છે. માટે બગડેલા પંખા તુરત લાગે તેવી મુસાફરો ની માંગ છે.

(11:37 pm IST)