Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજપીપળામાં આઝાદી કા અમૃત મહોત્સવ " "ફિટ ઈન્ડિયા" બહેનોની ફ્રીડમ રન માં મોટી સંખ્યામાં બહેનો જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સીનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નર્મદા અંતર્ગત "આઝાદી કા અમૃત મહોત્સવ " "ફિટ ઈન્ડિયા" તા-28 ઓગસ્ટના રોજ બહેનોની 2 કીલોમીટર ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું.
 જેમાં જિલ્લામાથી મહિલા ખેલાડીઓ જોડાયા હતા, સી પી ડિગ્રી કોલેજ અને ડી એલ એસ એસના ખેલાડી ઓ,કોચ, ટ્રેનર્સ જોડાઈ આ દોડમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ રનનું ફ્લૅગ ઓફ સી પી ડિગ્રી કોલેજના પ્રોફેસર હસમુખ ભાઈએ કર્યું હતું, શહેરની મહિલા દોડવીરો પણ દોડમાં જોડાયા હતા આ ફ્રીડમ રનમા મહિલા ખેલાડીઓએ ભાગ લઈ ઉત્સાહ સાથે દોડ પુર્ણ કરી હતી તેમ સિનિયર કોચ વિષ્ણુભાઈ વસાવા એ જણાવ્યું હતું.

(11:32 pm IST)