Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

નર્મદામાં 181 મહિલા કાઉન્સિલર નયનાબેન વસાવાને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભય એવોર્ડ થી સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને રાજ્ય મહિલા આયોગ દ્વારા કાર્યરત અને જી. વી. કે. ઈ. એમ. આર આઈ. દ્વારા સંચાલિત અભયમ 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર નયનાબેન નગીનભાઈ વસાવા રહે.વીરપોર,તા.નાંદોદના અભય એવોર્ડથી સન્માનિત થતા ગામ અને જિલ્લાને ગૌરવ અપાવેલ છે. તેઓની  ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમા લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી તેમની અભય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે તેઓએ વર્ષ દરમિયાન વડોદરા શહેર અને જિલ્લામા ચેલેજીગ કેસ હેન્ડલ કરી પીડિત મહિલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવ કરેલ છે આ ઉપરાંત કોરોના ના કપરા સમયમા કોરોના વોરિયર્સ તરીકે મુશ્કેલી મા મુકાયેલ મહિલાઓને રેસ્ક્યુ કરી અભય પ્રદાન કરવામાં અગત્ય ની કામગીરી કરી હતી. તેમના ગામ વીરપોરમા એક ફંકશન રાખી ગામના સરપંચ ભારતીબેન વસાવા અને 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસના પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકરના હસ્તે  પ્રસસ્તીપત્ર અને ગિફ્ટ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકરે રાજ્ય સરકાર અને જી. વી. કે. ઈ. એમ. આર. આઈ દ્વારા કાર્યરત 108 એમ્બુલન્સ સર્વિસ, ખીલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ, કરુણા અભિયાન વગેરે જીવન રક્ષક કાર્યક્રમોની માહિતી આપી હતી. અભયમ  પ્રોજેક્ટ કોઓડીટર ચંદ્રકાન્ત મકવાણા એ અભય એવોર્ડ હાંસલ કરવા બદલ નયનાબેન વસાવા અને તેમના માતા પિતા અને પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.નયના બેન વસાવા એ પોતાને અભય એવોર્ડ મળ્યા બદલ સંસ્થા નો આભાર માન્યો હતો અને આગામી સમયમા પીડિત મહિલાઓની વધુ મા વધુ સેવા કરશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે 108 નર્મદાના ઇન્ચાર્જ હનીફભાઇ, મહેન્દ્ર ભાઈ,અશોકભાઈ મિસ્ત્રી અને અભયમ ટીમ નર્મદા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ આભાર દર્શન ગામના આગેવાન મહેશભાઈ વસાવા એ કર્યું હતું.

(11:30 pm IST)