Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજપીપળામાં રાષ્ટ્રિય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મ જયંતિની ગૌરવભરી ઉજવણી થઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાતના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીતનાટક અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર ડી. એ. શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. મધુકરભાઇ પાડવી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ મમતાબેન તડવી, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના પૂર્વ ડિરેક્ટર ભારતીબેન તડવી, મહિલા અગ્રણી ડૉ. દર્શનાબેન દેશમુખ, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, શિક્ષણશાસ્ત્રીઓ, સાહિત્ય પ્રેમીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા "કસુંબીનો રંગ" ઉત્સવ કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ શ્રી ઝવેરચંદ મેઘાણીજીની તસ્વિરને પૃષ્પમાળા ચઢાવી ભાવાંજલી અર્પી હતી.
આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, નાયબ કલેક્ટરએ.આઇ.હળપતિ,જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, ધી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય શૈલેન્દ્રસિંહ માંગરોલા, બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. વિજયસિંહ વાળા, જિલ્લા રમતગમત અધિકારી એન.એસ.અસારી, સીનીયર કોચ વિષ્ણુભાઇ વસાવા, કલેક્ટર કચેરીના જનસંપર્ક અધિકારી ગઢવી, વિવિધ કોલેજ શાળાના આચાર્ય,વિદ્યાર્થીઓ, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રકાશભાઇ માછીએ કર્યુ હતું.

(11:27 pm IST)