Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ભચરવાડા શિત કેન્દ્ર પાસે અગાઉ થયેલા ઝગડાની અદાવતે ગુપ્તિ વડે હુમલો કરનાર 5 વિરુદ્ધ ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભચરવાડા શિત કેન્દ્ર પાસે ગુપ્તિ વડે હુમલો કરી ઇજા કરનાર વિરૂદ્ધ રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર નિતીનભાઇ ધનસુખભાઇ વસાવ (હે.મોટા હેડવા નિશાળ ફળીયું તા.નાંદોદ જી.નર્મદા) ની ફરીયાદ મુજબ તેઓ સાહેદ હિતેન્દ્રભાઇ ભરતભાઇ વસાવા સાથે તા.27 ઓગસ્ટ એ સાંજે 7.45 વાગે મો.સા. ઉપર રાજપીપલા થી મોટા હેડવા ગામે જતા હતા  ત્યારે ભચરવાડા શિત કેન્દ્ર પાસે અગાઓ થયેલ ઝઘડાની રીસ રાખી ગે.કા. મંડળી રચી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી સચીનભાઇ રધુભાઈ વસાવાએ હિતેંદ્રભાઇ ને ગુપ્તી માથામાં મારી ઇજા કરી તેમજ વિરેનભાઇ રધુભાઇ વસાવા એ કમરના બેલ્ટ નીતિનભાઈ અને હિતેન્દ્ર ભાઈને મારી ઇજા કરી તથા જીગ્નેશભાઇ ઉર્ફે મોકો નરેશભાઈ વસાવા, વિમલ ભાઇ વસાવા તથા જયેશભાઇએ ઢીકા - પાટુથી માર મારી ઇજા કરતા રાજપીપળા પોલીસે પાંચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:26 pm IST)