Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ગુજરાતની દીકરી ભાવિના પટેલને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આર્શીવાદ આપ્યા હતા: હવે ફળ્યા

ભાવિના અને સોનલ પટેલ બંને ગુજરાતની દિકરીઓને સને 2009માં આશીર્વાદ આપ્યા હતા : એટલું જ નહીં પરંતુ તેમની આગાહી પણ સાચી પડી

ગુજરાતની ભાવિના પટેલે જાપાન ખાતે રમાઇ રહેલી પેરાલિમ્પિક્સમાં આજે ચીનની ખેલાડીને પરાજીત કરીને સિલ્વર મેડલ સુધીની સફળતાં હાંસલ કરીને દેશને વિશ્વસ્તરે પહોંચાડી દીધો છે. આવતીકાલે તેના અને ચીનની ખેલાડી હોઉં યીંગ વચ્ચે ગોલ્ડ મેડલ માટે રસાકસી સર્જાશે. ભાવિના અને સોનલ પટેલ બંને ગુજરાતની દિકરીઓ છે. બંને દિકરીઓને સને 2009માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આર્શીવાદ આપ્યા હતા. આજે 12 વર્ષ બાદ તે ફળ્યાં છે. એટલું જ નહીં પરંતુ તેમની આગાહી પણ સાચી પડી છે.

ભાવિના પટેલ અને સોનલ પટેલ હાલ પેરા ટેબલ ટેનિસની રમતમાં જાપાન પેરાલિમ્પિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. બંને બ્લાઇન્ડ પીપલ્સ એસોસીએશનની આઇટીસીના તાલીમાર્થી ખેલાડીઓ છે. તેમની સફર 2009 દરમિયાન નેશનલ પેરાલિમ્પિકમાં ભાગ લેવા સાથે શરૂ થઇ હતી. અને જેને બ્લાન્ટ પીપલ્સ એસોસીએશન ( BPA ) દ્રારા સ્પોન્સર્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ બેંગ્લોર ખાતે નેશનલ કોચીંગ માટે તેમની પસંદગી થઇ હતી. ભારત સરકારે પણ કોમન વેલ્થ ગેમ્સ પહેલાં લંડનમાં તેમના કોચીંગને સ્પોન્સર્ડ કર્યું હતું. 2009 દરમિયાન દિલ્હીમાં યોજાયેલ કોમન વેલ્થ ગેમ્સ માટે આ બંને ખેલાડીઓની પસંદ થઇ હતી

 

નરેન્દ્ર મોદીએ સોનલ પટેલની વહીલચેર હકારી હતી. આ ફોટામાં ભાવિના પટેલ ( ડાબેથી છેલ્લે ) સોનલ પટેલ ( મોદી દ્રારા હંકારતા વ્હીલચેર ) તસ્વીરમાં દેખાય છે.

દિલ્હી કોમન વેલ્થ ગેમ્સની પૂર્વસંધ્યાએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભાવિના પટેલ તથા સોનલ પટેલને મળીને આર્શીવાદ આપ્યા હતા. તેમાંય આ બંને ખેલાડીઓમાંથી સોનલ પટેલની વ્હીલચેર ખુદ નરેન્દ્રભાઇએ હંકારી હતી. આ બંનેએ જાપાન પેરાલિમ્પિકસમાં પેરા ટેબલ ટેનિસમાં ફાયનલમાં પહોંચીને રાષ્ટ્રને ગૌરવન્વિત અપાવ્યું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સોનલની વ્હીલચેર પકડીને તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડીઆ સમક્ષ પોતાનો આનંદ અને ગૈરવ વ્યક્ત કરીને સોનલને પ્રોત્સાહિત કરી હતી. મોદીએ જે આગાહી કરી હતી અને આર્શીવાદ આપ્યા હતા તે આજે 12 વર્ષ બાદ સાચા પડયાં છે. નરેન્દ્ર ભાઈ મોદીએ કોમન વેલ્થ ગેમ્સમાં આપણાં ખેલાડીઓ દ્રારા ભાગ લેવા પ્રસંગે એક અત્યંત પ્રેરણાદાયી સંદેશો પણ પાઠવ્યો હતો.

બ્લાઇન્ડ એસોસીએસન આ બંને ખેલાડીઓને વિશ્વભરમાં યોજાતી વિવિધ ઓપન ચેલેન્જ ટુર્નામેન્ટમાં તેમને મોકલવા માટે તેમ જ વર્લ્ડ પેરાલિમિપ્કસ ટેબલ ટેનિસ રેન્કીંગમાં તેમનું આંતરરાષ્ટ્રીય રેન્કીંગ સુધારવા માટે અને વિશ્વ સ્તરે તેમને રમવાની તક અને પ્રસિધ્ધિ મળે તે માટે દાતાઓ અને સ્પોન્સર્ડ શોધી કાઢયા હતા

જાપાન પેરાલિમ્પિકસની પૂર્વ સંધ્યાએ ભાવિના પટેલને 8મું વર્લ્ડ રેન્કીંગ અને સોનલ પટેલને 18મું વર્લ્ડ રેન્કીંગ પ્રાપ્ત થયું છે. ભાવિનાની અત્યારે નજર ગોલ્ડ મેડલ મેળવવા પર છે. અને સોનલ ડબલ્સ માટેની ચેલેન્જમાં ભાવિના સાથે જોડાશે. આ બંને ખેલાડીઓ છેલ્લાં 12 વર્ષથી સાથે રમી રહ્યાં હોવાથી તેમને બંનેને વિશ્વાસ છે કે ડબલ્સમાં પણ તેઓ મેડલ જીતી શકશે તેવો વિશ્વાસ હોવાનો બ્લાઇન્ડ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું છે.

(10:37 pm IST)