Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પૌત્ર 312 વિદેશી દારૂની બોટલ સાથે રંગેહાથ ઝડપાયો

ભાદરોલી ખુર્દ ગામમાં ખેતરમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે વેજલપુર પોલીસે દરોડા પાડીને સાંસદના પૌત્રને ઝડપ્યો: ટેમ્પો ચાલક અને વધુ એક માણસ અંધારાનો લાભ લઈને ફરાર : વિદેશી દારૂની 312 બોટલ સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત

પંચમહાલમાંથી ભાજપના પૂર્વના સાસંદનૌ પૌત્ર દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયો છે. પ્રભાતસિંહ ચૌહાણના પૌત્રને દારૂના જથ્થા સાથે પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે. દિવ્યરાજસિંહ ચૌહાણ ઉર્ફે રાજાની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. વિદેશી દારૂની 312 બોટલ સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત પણ કર્યો છે. ભાદરોલી ખુર્દ ગામમાં ખેતરમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. ત્યારે વેજલપુર પોલીસે દરોડા પાડીને સાંસદના પૌત્રને ઝડપ્યો છે.

પોલીસનો સ્ટાફ રાત્રી સમયે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ જ સમયે પોલીસના માણસો દ્વારા માહિતી મળી હતી કે, સાંસદનો પૌત્ર અને ભત્રીજો ભાદરોલી ખુર્દે ગામમાં વાસ ડુંગરી ફળિયા રોડ નજીક એકઠા થયા છે. અને એક ખેતરના ભાગમાં ટેમ્પામાં વિદેશી દારૂના જથ્થા સાથે છે. સમગ્ર ઘટનાની જાણ થતા આર.ડી ચૌધરીએ તૈયારી સાથે રાત્રીના સમયે દરોડાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે લાઈટ અને બેટરીનો પ્રકાશ જોયો હતો. હિલચાલ જોઈને પોલીસ સતર્ક બની અને ટેમ્પો પાસે ઉભેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જેનું નામ પૂછતા ખુલાસો થયો કે, તે પૂર્વ સાંસદનો પૌત્ર છે. તો ટેમ્પો ચાલક અને વધુ એક માણસ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા છે. વિદેશી દારૂ સાથે બિયર પણ મળી આવ્યો છે. 

(9:12 pm IST)