Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

વિરમગામ સેવા સદન ખાતે એ.ટી.વી.ટી.(આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો) યોજનાની મીટીંગ યોજાઇ

વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં એ.ટી.વી.ટી. હેઠળ રૂ.૩૭૫ લાખના વિવિધ કામો અંગે ચર્ચા-વિચારણા કરી આયોજન કરાયું

વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ:વિરમગામ તાલુકા સેવા સદન ખાતે એ. ટી. વી. ટી. (આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો) યોજનાની મીટીંગ યોજાઇ હતી. વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં એ.ટી.વી.ટી. હેઠળ રૂ.૩૭૫ લાખના વિવિધ કામો જેવા કે સી.સી. રોડ, ખુલ્લી તેમજ ભૂગર્ભ ગટર,પેવર બ્લોક,કમ્પાઉન્ડ વોલ, મઘ્યાન ભોજન શેડ,સ્મશાન છાપરી વગેરે કામો અંગે ચર્ચા-વિચારણા કરી આયોજન કરવામાં આવ્યું હતું.

 આ મીટીંગમાં મંજૂર કરવામાં આવેલ દરેક કામો ગુણવત્તાયુક્ત બને, સમય મર્યાદામાં પૂર્ણ કરવા, પ્રગતિ હેઠળના કામોનું તબક્કાવાર નિરીક્ષણ કરી તેનું ડોક્યુમેન્ટેશન કરવા ઉપસ્થિત અધિકારીઓને ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતું. વિરમગામ તાલુકાની એ.ટી.વી.ટી. યોજનાની મીટીંગમાં વિરમગામ પ્રાન્ત ઓફિસર દિપેશ કેડીયા, તાલુકા વિકાસ અધિકારી ઋચી બીન્દલ, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન કોળી પટેલ,એટીવીટી સભ્ય દિપકભાઇ પટેલ, લક્ષ્મણસિંહ મોરી, દિગ્વિજયસિંહ ઝાલા સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:04 pm IST)