Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

આતુરતાનો અંત : આખરે વડોદરામાં મેઘમહેર : રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી

સમા, કરેલીબાગ, VIP રોડ, એરપોર્ટ અને હરણી, નિઝામપુરા, છાણી વિસ્તારમાં વરસાદ

અમદાવાદ :  ગુજરાતવાસીઓ માટે વરસાદની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહયા છે ત્યારે વડોદરામાં વરસાદનું આગમન થયું છે શહેરના અનેક વિસ્તારમાં વરસાદનું ફરી આગમન થયું છે

 વડોદરાના  સમા, કરેલીબાગ, VIP રોડ, એરપોર્ટ વિસ્તારમાં વરસાદ વરસાદ ભારે બફારામાંથી લોકોને રાહત મળી છે. હાલમાં હરણી, નિઝામપુરા, છાણી વિસ્તારમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે

 હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે વડોદરામાં થયેલ આ સુકન સમગ્ર ગુજરાતમાં વરસાદ લાવશે તેવી લોકો આશા રાખી રહ્યા છે. ચોમાસાના અંતમાં ઘણી રાહ જોયા બાદ પડેલ વરસાદમાં બાળકો સહિત વડોદરા શહેરીજનો રસ્તા પર વરસાદની મજા માણવા ઉતરી ગયા છે. વડોદરા આસપાસના ખેડૂતો વરસાદ વરસાતા કિલ્લોલ માં આવી ગયા છે. ખેડૂતોની બળતા પાકને જીવતદાન મળશે તેવું વરસાદના વરતારાથી દેખાઈ રહ્યું છે.

રાજ્યમાં હવામાન વિભાગનું અનુમાન 30 અને 31 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. ફરી એક વખત હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે, સપ્ટેમ્બરની શરૂઆતમાં સિસ્ટમ બને તો સારો વરસાદ પાડવાઆણી શક્યતાઓ છે. ઓગસ્ટના અંતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવા એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. હવામન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તી જણાવ્યા અનુસાર  30 અને 31 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે

(7:25 pm IST)