Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

અરવલ્લી જીલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી ધડાકો થતા યુવકનું મોતઃ 2 બાળા સહિત 1 મહિલાને ઇજા

પોલીસ સહિતની ટીમો દ્વારા ધડાકા અંગે તપાસનો ધમધમાટ

શામળાજીઃ અરવલ્લીના શામળાજીમાં આજે એક મકાનમાં ભેદી ધડાકાને પગલે યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો હતો.

શામળાજીમાં આ ભેદી ધડાકામાં જાનહાનિના સમાચાર મળ્યાં છે જેમાં એક યુવકનું મોત થવાનું જાણવા મળ્યું છે. જ્યારે 2 બાળકીઓ સહિત એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. જેથી આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

2 બાળકી અને મહિલાને હાલ તો શામળાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જો કે આ ધડાકો શેના કારણે થયો છે તેનું કારણ હજુ અકબંધ છે.

હાલમાં આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે પણ હજુ સુધી આ અકસ્માતને લઈને કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી.

(5:37 pm IST)