Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

ગુજરાતમાં ચોમાસુ હજુ ગયુ નથી, ટુંક સમયમાં વરસાદ વરસશેઃ 29 ઓગષ્‍ટથી 10 સપ્‍ટેમ્‍બર સુધી સારો વરસાદ પડશેઃ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

કાલથી ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલ્‍ટો આવશે

અમદાવાદ: ગુજરાતમાં હાલ વરસાદની અછત છે. જેના કારણે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે પણ હવે ચોમાસુ પોતાના અંતિમ તબક્કામાં હોવાનાં કારણે વરસાદની શક્યતા નહીવત્ત હોવાની વાત કરી છે. તેવામાં સ્થાનિક હવામાન વિદ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસુ હજી ગયું નથી. અને ટુંક જ સમયમાં વરસાદ આવશે.

વરસાદની અછત વચ્ચે જાણીતા આગાહિકાર અંબાલાલ પટેલની વરસાદને લઇને ગુજરાત માટે ખુબ જ રાહતરૂપ આગાહી કરી છે. બંગાળના ઉપસાગર વહનની પ્રક્રિયા સક્રિય થતા તારીખ 29, 30થી દેશમા વરસાદની રીએન્ટ્રી થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં 29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી અનુસાર કેટલાક વિસ્તારોમા ભારે વરસાદ પણ થઇ શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં 29 થી 31 ઓગસ્ટ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે.

ઉતર ગુજરાત 30.31 હવામાનમા પલટાશે અને 3 થી 10 સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમા ઓગસ્ટમા અંતમા અને સપ્ટે 6થી8મા સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમા ઓગસ્ટના અંતમા અને સપ્ટેમા 6થી10 તારીખ સુધીમા સારા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મહદઅંશે દરિયાકિનારામા ભાગમા ઓગસ્ટ અંતમા અને સપ્ટે બીજા સપ્તાહમા સારા વરસાદની શકયતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. અત્રે નોંધનીય છે કે, અંબાલાલ પટેલ ગુજરાતના હવામાન બાબતે અધિકારીક હવામાન વિભાગ કરતા પણ સચોટ આગાહી માટે જાણીતા છે

(5:30 pm IST)