Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

અમદાવાદમાં એનઆરઆઇ યુવકને રિવરફ્રન્‍ટ ઉપર ફકીરના સ્‍વાંગમાં આવેલા શખ્‍સોએ લૂંટી લીધોઃ 80 હજાર લઇ જનાર એક શખ્‍સની ધરપકડ

હાથમાં પાકીટ મુકવાનું કહીને રૂપિયા લઇને નાશી છૂટયા

અમદાવાદ: શહેરનું નજરાણું એવુ રિવરફ્રન્ટ પર ગુનાખોરી વધી છે. પહેલા ચોરી અને લૂંટના બનાવો બનતા હતા. ત્યારે હવે ચોક્કસ એક ગેંગ વેશ પલટો કરી બાવા બનીને આવી લોકોને લૂંટી રહી છે. એક એન.આર.આઈ યુવકને આ રીતે ફકીરના સ્વાંગમાં આવેલા લોકોએ લૂંટી લીધો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે ગણતરીના સમયમાં આ ગેંગના એક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

સીસીટીવી ફુટેજમાં દેખાતી ફકીરાના સ્વાંગમાં ફરતી ટોળકી પહેલા તો આ ટોળકી કોઈ પાસે જાય તો કોઈ પણ વ્યક્તિ 10 20 રૂપિયા આપી દે. પણ બાદમાં કોઈ ભોળી વ્યક્તિને પારખીને આ ટોળકી પરત આવી આશીર્વાદ આપવાનું કહી તેઓને લૂંટી લે છે. આવો જ એક કિસ્સો બન્યો શહેરના રિવરફ્રન્ટ પર સામે આવ્યો છે. શાહીબાગમાં રહેતા એન.આર.આઈ યુવક રિવરફ્રન્ટ પર ગયો હતો. ત્યાં આ બે લોકો ફકીરના સ્વાંગમાં આવ્યા. બાદમાં ચંદો આપવાનું કહી યુવક પાસે 10 રૂ. લીધા. અડધો કલાકમાં પરત આવ્યા. યુવક પોતાની જાળમાં ફસાઈ જાય તેમ માની આ શખ્સોએ હાથ લંબાવ્યો. તેને આશીર્વાદ બરકત મળશે તેમ કહી પર્સમાંથી 81 હજારની મતા લઈ છૂ થઈ ગયા.

આરોપીઓએ બે દરગાહના ફોટો હાથમાં મૂકી આશીર્વાદ આપવાનું કહી પોતાના હાથમાં પાકિટ મુકાવ્યું હતું. બાદમાં અડધો કલાક બાદ ભોગ બનાર કુશાલ ભાઈએ પર્સમાં જોતા તેમના ડોલર સહિત 81 હજાર ગાયબ હતા. ફકીરના સ્વાંગમાં આવેલા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી. ગણતરીના સમયમાં જ આરોપી પ્યારુ સલાટની ધરપકડ કરી. આરોપી પ્યારુની સાથે બુચો નામનો વ્યક્તિ પણ હતો. અબે બુચાની પત્નીએ આ રૂપિયા ભરૂચમાં વેચી દીધા હોવાનું સામે આવ્યું.

આરોપી બુચાની પણ સંડોવણી હોવાનું માની પોલીસે તેની અટકાયત તો કરી પણ આ ગેંગના આઠેક જેટલા સભ્યો સુરત, અમદાવાદ, વડોદરા જેવા વિસ્તારોમાં ફરીને લોકોના આ રીતે નાણાં પડાવતા હોવાની એમ.ઓ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓની તપાસમાં અન્ય કેટલા ગુનાના ભેદ ઉકેલાય છે તે જોવાનું રહેશે. જ ભિક્ષા આપતી વખતે સહુ કોઈ વ્યક્તિએ ચોક્કસ ધ્યાન રાખવું પણ જરૂરી બન્યું છે નહીં તો આ રીતે પસ્તાવવાનો વારો આવી શકે છે.

(5:27 pm IST)