Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

દિવાળી આસપાસ પ્રજાને ભેટ : વાહન વ્યવહાર મંત્રીની અકિલા સાથે વાતચીત

એસ.ટી. ૫૦ 'ઇ-બસ' દોડાવશે : ફળદુ

વિજયભાઇના નેતૃત્વમાં પ્રજાલક્ષી નિર્ણય : તબક્કાવાર 'ઇ બસ'ની સંખ્યા વધારાશે : વરસાદ ખેંચાતા સરકાર સતર્ક : ખેડૂતલક્ષી પગલા

રાજકોટ,તા. ૨૮ : ગુજરાત સરકાર હસ્તકના વાહન વ્યવહાર નિગમ દ્વારા વાહન વ્યવહાર સેવા ક્ષેત્રે પરિવર્તનના મંડાણ થઇ ગયા છે. ડીઝલથી ચાલતી એસ.ટી. બસોના સ્થાને નવી ઇલેકટ્રોનીક બસોના આગમનનો રસ્તો ખુલ્યો છે.

આજે સવારે વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે એસ.ટી. દ્વારા ૫૦ ઇ. બસ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા થયેલ છે. દિવાળી આસપાસ રાજ્યની પ્રથમ ૫૦ ઇ.બસ લોકોની સેવામાં દોડવા લાગે તેવો પ્રયાસ છે. તબક્કાવાર હાલની બસોના સ્થાને ઇ.બસોની સંખ્યા વધારવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આ ઐતિહાસિક નિર્ણય છે. શ્રી ફળદુએ ખેતીની સ્થિતી અંગે જણાવેલ કે વરસાદ ખેંચાયો તે ચિંતાજનક છે. સરકારે પાક બચાવવા સિંચાઇનું પાણી છોડવામાં અને વધુ વીજળી આપવાના નિર્ણયો લીધા છે. વરસાદી વાતાવરણ બનતુ જણાય છે. ટૂંક સમયમાં સારા વરસાદથી આશા છે.

(11:46 am IST)