Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજપીપળા APMC ખાતે 27 ઓગસ્ટએ સ્વાથ્ય સ્વયંસેવકો માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વસ્થ્ય સ્વયંસેવક અભિયાન  દેશભરમાં શરૂ કરવામાં આવ્યું છે.
 કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રજાની વચ્ચે જઈને લોકોની સેવા કરી છે ભારતીય જનતા પાર્ટી વિશ્વ માં પેહલા નમ્બરની પાર્ટી છે કે જેના કાર્યકરોની સંખ્યા કરોડો માં છે ભાજપ એક રાજકીય પાર્ટી નહિ પણ લોકોની સેવા કરવા માટે અગ્રેસર રહી છે એ ચાહે કચ્છ નો ભુકમ્પ હોઈ કે સુરતમાં પુરની સ્થિતિ હોઈ ભાજપનો કાર્યકર્તા હંમેશા સેવા માટે આગળ આવ્યો છે ત્યારે હાલની કોરોના ની ત્રીજી લહેર ને આગળ નહિ વધવા દેવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગોતરું આયોજન કરી ને નર્મદા જિલ્લાના 628 બુથ માં 4 લોકોની ટિમ બનાવીને ત્રીજી લહેર ની જાણકારી આપવાની અને એને કેવી રીતે રોકી શકાય તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આગામી દિવસો માં બુથ લેવલ સુધી કાર્યકર્તા જઈને લોકો ને સમજણ આપશે જેથી ત્રીજી લહેર ને આગળ વધતા અટકાવી શકાઈ જેને માટે એક કીટ પણ બનાવી ને આપવામાં આવી છે,આ પ્રશિક્ષણ વર્ગ માં ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ મનન દાણી એ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ વર્ગમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ,વિક્રમ તડવી, રમેશ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,સ્વસ્થ્ય સ્વયંસેવક અભિયાન નર્મદા જિલ્લા ઇન્ચાર્જ ડો.દર્શનાબેન દેશમુખ,ગુંજન મલાવીયા, ડો.ધવલ પટેલ,આઈ ટી સેલ સાઉથ ઝોન સહ ઇન્ચાર્જ વિશાલ પાઠક,શહેર  મહામંત્રી અજિત પરીખ,આદિજાતિ મોર્ચા પ્રમુખ વિક્રાંત વસાવા સહિત મંડળ પ્રમુખો પણ હાજર રહ્યા હતા.

(10:32 pm IST)