Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

રાજપીપળાની વડોદરામાં પરણાવેલી પરિણીતાને દહેજ માટે ત્રાસ આપી કાઢી મુકનાર સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિંધીવાડ વિસ્તારની વડોદરામાં પરણાવેલી યુવતીને વર્ષ 2019 થી 2021 સુધીના સમયગાળામાં દહેજ માટે ત્રાસ આપી તલાક કહી ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થતા ગુનો દાખલ થયો છે.

  મળતી માહિતી અનુસાર રાજપીપળા સિંધીવાડની યુવતિએ આપેલી ફરીયાદ મુજબ તેમના સાસરિયાઓ તુ મને ગમતી નથી તેમ કહી મારઝુડ કરી બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા એક લાખની માંગણી કરનાર પતિ સરફરાજ ઇસ્માઇલ મેમણ ( ૨ ) સસરા ઇસ્માઇલ અલીમહમદ મેમણ ( ૩ ) સાસુ ફરજાના ઇસ્માઇલ મેમણ ( ૪ ) જેઠ જાવીદ ઇસ્માઇલ મેમણ (તમામ રહે.કોઠીયાપુરા મંમદી પાર્ક પત્રકાર ચોકડી જે.પી પોલીસ ચોકી તાંદલજા વડોદરા) નાઓ એક સંપ થઇ મહેણા ટોણા મારી ફરી બેનને ઘરમાંથી નિકળી જવા જણાવેલ તથા “ તારા પગલા સારા નથી તેવું કહી તલાક , તલાક , તલાક , કહી તલાક આપી ઘરમાંથી કાઢી મુકી સારીરીક માનસીક ત્રાસ આપતા તા.26 ઓગસ્ટ એ રાજપીપળા મહિલા પોલીસે ચાર સસરિયાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 

(10:31 pm IST)